સરસ્વતી વિદ્યા સંકુલ નાની આખોલ ખાતે ડીસા તાલુકા વ્યાયામ મંડળ દ્વારા વ્યાયામ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-13 12:12:59
  • Views : 270
  • Modified Date : 2021-08-13 12:12:59

     ડીસા તાલુકા વ્યાયામ મંડળ દ્વારા વ્યાયામ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સરસ્વતી વિદ્યા સંકુલ નાની આખોલ ખાતે ડીસા તાલુકા વ્યાયામ મંડળ દ્વારા ડીસા તાલુકાના વ્યાયામ શિક્ષકોએ પ્રાપ્ત કરેલ વિશિષ્ટ સિદ્ધિઓ અને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરનાર શિક્ષકોનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.. સમારંભમાં જાગૃતિ વિદ્યામંદિર શેરપુરાના  માંગીલાલ ઝૂંઝાવાડિયા.. ડીસા કોલેજના પ્રોફેસર ડોક્ટર. આર.ડી.ચૌધરી.. SCW હાઈસ્કુલના પિયુષભાઈ જોશી, નાલંદા વિદ્યાલય થેરવાડાના વિનોદભાઈ ચૌધરીનું વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જાગૃતિ કન્યા વિદ્યાલયના લક્ષ્મીબેન વસાવાનું વિદાય સમારંભ અને મહંત શ્રી કે.ડી આદર્શ હાઈસ્કૂલ રામપુરાના જનકસિંહ ગોહિલનો સત્કાર સમારંભ પંચસીલ હાઈસ્કૂલના આચાર્ય નયનભાઈ પરમારની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન ડીસા વ્યાયામ મંડળના પ્રમુખ હરજીભાઈ પટેલ અને મંત્રી વસંતભાઈ પરમાર તેમજ ડીસા વ્યાયામ મંડળના હોદ્દેદારો અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News