ડીસાના લુણપુર ગામે સામાન્ય બાબતમાં યુવક ઉપર હથિયાર વડે હુમલો કરતાં ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-16 11:19:52
  • Views : 205
  • Modified Date : 2022-04-16 11:19:52


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મારામારીની ઘટના ઓ માં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને લોકો નજીવી બાબતોમાં આવેશમાં આવી જઈ મારામારી જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસા ના લુણપુર  ગામે રહેતા ભારતસિંગ સૂબાજી સોલકી તેમના કાકા ના દીકરા લાલસિંગ સાથે ગામ તરફ આવતા હતા તે દરમિયાન રસ્તા માં  ગામનોજ પરવીનસિંગ લવુસિંગ સોલકી હાથ માં તલવાર લઈ ઉભો હતો અને ભરતસિંગ ને કહેવા લાગેલ કે તારા બાપા એ મારી દુકાન માં તોડફોડ કરેલ છે તેમ કહી અપશબ્દો બોલવા લાગેલ જેથી ભરતસિંગએ અપશબ્દો બોલવાની ના પાડતા હાથ માં રાખેલી તલવાર મારેલી તેમજ લવુજી એ સાથે રાખેલી ટોમી થી બાઇક ને નુકસાન કરેલ અને તે દરમિયાન દીનેસજી આવી ગયેલા અને માર મારવા લાગેલ બનાવ ના પગલે ભરતસિંગે બુમો પાડતા આસપાસ ના લોકો દોડી આવી તેમને માર માંથી છોડાવેલા પણ જતા જતા આ ત્રણ સક્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેલ જેથી આ મામલે ભરતસિંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મથકે પરવિંસિંગ લવુસિંગ સોલંકી ,લવુજી ચદુજી સોલંકી ,અને દીનેસસિંગ ભાવજી સોલંકી વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News