ડીસા તાલુકા પોલીસ મથકે 2020 માં અલગ અલગ 47 ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો ડીસાના એરપોર્ટ ખાતે નાશ કરવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-21 12:20:39
  • Views : 313
  • Modified Date : 2021-07-21 12:20:39

     ડીસાના તાલુકા પોલીસ મથકે 2020 માં અલગ અલગ 47 ગુના માં પકડાયેલ વિદેશી દારૂ નો આજે ડીસા ના એરપોર્ટ ખાતે નાશ કરવામાં આવ્યો હતો..ગાંધીના ગુજરાત માં  દારૂ ની બંધી હોવા છતાં પણ અમુક લોકો દ્વારા ગાંધી ના ગુજરાત માં વિદેશી દારૂ ગુસાડવામાં આવે છે.તેમાંય બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન ને અડી ને આવેલો જિલ્લો છે.બુટલેગરો દ્વારા છુપા રસ્તા થી  બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ ગુસાડવામાં આવે છે.ત્યારે પોલીસ દ્વારા અનેક વાર બુટલેગરો દ્વારા મોટી માત્રા માં વિદેશી દારૂ ની ફેરાફેરી કરતા બુટલેગરો ને દારૂ સાથે પકડવામાં આવે છે. ત્યારે ડીસા ખાતે આવેલ તાલુકા પોલીસ મથકે 2020 માં  અલગ અલગ 47 ગુના માંથી 19,987 બોટલ કુલ કિંમત 55,23,378 નો દારૂ નો આજે ડીસા નાયબ કલેકટર  હિરેન પટેલ ,ડીસા ડી વાય એસ પી કુશલ ઓઝા ,ડીસા તાલુકા પી આઈ .એમ .જે ચૌધરી ની હાજરી માં ડીસા ના એરપોર્ટ ખાતે આજે દારૂ નો નાશ કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News