ડીસા તાલુકા પોલીસે યાવરપુરા ગામેથી વિદેશી દારૂ ઝડપી પાડયો...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-12 11:21:01
  • Views : 326
  • Modified Date : 2022-05-12 11:21:01

 

ડીસા તાલુકા પોલીસે એક શખ્સ વિરોધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી...

 

ડીસા તાલુકાના યાવરપુરા નજીક એક દુકાનમાં ભારતીય બનાવટી નો વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા હોવાનું બીજા તાલુકા પોલીસને બાતમી મળતા પોલીસે બાતમીના આધારે રેડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂ કુલ કિંમત 900 ના મુદ્દામાલ ઝડપી પાડી એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે....

 

 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટી નો વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં અવાર-નવાર ભારતીય બનાવટી નો વિદેશી દારૂ પાડવામાં આવે છે તેમજ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલાક બુટલેગરો દ્વારા દારૂનું ધૂમ વેચાણ કરવામાં આવે છે અને બૂટલેગરો સામે પોલીસ દ્વારા દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે વધુ એક ડીસા તાલુકામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપાયો છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકા પોલીસનો સ્ટાફ યાવરપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે યાવરપુરા ખાતે રહેતા નરસિંહજી કપુરજી જાટ તેમની દુકાન યાવરપૂરા થી દામા તરફ જતા માર્ગ પર આવેલી છે અને તેમાં ભારતીય બનાવટી નો વિદેશી દારૂ વેચાણ કરવામાં આવી રહ્યું છે તેવી ચોક્કસ હકીકત વાળી બાતમી મળતા પોલીસે બાતમીના આધારે દુકાન પર તપાસ કરતા એક ઘટનામાં નાની-નાની ભારતીય બનાવટની વિદેશી દારૂ મળી આવેલ છે જેની ગણતરી કરતા ભારતીય બનાવટી વિદેશી દારૂ નંગ 9 જેની કુલ કિંમત 900 રૂપિયા ના મુદ્દામાલ ઝડપી પાડી નરસિંહજી કપુરજી જાટ રહે. યાવરપુર વાળા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Download Our B K News Today App



Related News