ડીસા તાલુકા પોલીસથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-14 12:48:23
  • Views : 2314
  • Modified Date : 2020-02-14 12:48:23

પાલનપુર ફેમિલી કોર્ટમાં ચાલતા ભરણપોષણના કેસનો આરોપી છેલ્લાં બે વર્ષથી નાસતો ફરતો હતો. જેથી ડીસા તાલુકા પોલીસે બુધવારે મોડી સાંજે વાસણા જુના ગોળીયા ગામેથી ઝડપી પાડયો હતો. જુનાડીસા આઉટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને હેડ કોન્સ્ટેબલ દિનેશકુમાર કિરીટલાલ પરમારે જણાવ્યું હતું કે ડીસા તાલુકાના વાસણા જુના ગોળીયા ગામના વિષ્ણુજી સુરસંગજી ઠાકોર સામે પાલનપુર ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલી રહ્યો છે. ત્યારે વિષ્ણુજી છેલ્લાં બે વર્ષથી કોર્ટમાં હાજર થતા ન હોય તેમ નાસતા ફરતા હોય તેઓને પકડવા માટે ડીસા તાલુકા પી.આઈ. એમ.જે. ચૌધરીએ સૂચના આપી હતી. જેથી બુધવારે મોડી સાંજે  દિનેશભાઇ પરમાર, બચુભાઇ ગેલોત અને  પ્રહલાદભાઇએ વાસણા જુના ગોળીયા ગામેથી વિષ્ણુજી ઠાકોરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News