ડીસા તાલુકા પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ચાર શખ્સોને ઝડપ્યા બાદ પુછપરછ દરમિયાન મુંબઈના યુવકની સંડોવણી જણાતા પોલીસે યુવકને ડીસા લાવી પુછપરછ હાથ ધરી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-19 12:30:35
  • Views : 393
  • Modified Date : 2021-10-19 12:30:35

ડીસા-ધાનેરા હાઇવે પરના કંસારી ત્રણ રસ્તા નજીક પોલીસ પેટ્રોલીગમાં હતી. જે દરમિયાન શંકાસ્પદ કાર પોલીસને જોઈ ધાનેરા તરફ દોડાવી હતી. આથી ડીસા તાલુકા પીઆઈ એમ.જે.ચૌધરી સહિતના સ્ટાફે કારનો પીછો કરતાં ટેટોડા ગૌશાળા પાસે કારનું ટાયર ફાટતાં ગાડીમાંથી ચાર શખ્સો ભાગવા જતાં પોલીસે ભવરલાલ ભગવાનરામ જાટ (રહે, ટામ્પી તા.ચિતલવાણા, જી.જાલોર, રાજસ્થાન), રતનલાલ પ્રેમારામ નાઇ (રહે, ડાવલ તા. ચિતલવાણા, જી.જાલોર, રાજસ્થાન), હનુમાનરામ જુજારામ જાટ (રહે, ભીમથલ, તા.ધોરીમન્ના, જી.બાડમેર, રાજસ્થાન) અને હનુમાનરામ ભવરારામ જાટ (રહે, ભીમથલ, તા. ધોરીમન્ના, જી.બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડી તપાસ કરતાં ગાડીમાંથી રૂપિયા 11.75 લાખની કિંમત ના 117 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આથી ડીસા તાલુકા પોલીસે ચારેય શખ્સો સામે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ પુછપરછ દરમિયાન આ કેસમાં મુંબઈના યુવકની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. આથી પીઆઈ એમ.જે.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.જે.ચાવડાએ ટીમ સાથે મુંબઈ પહોંચી અંકીતકુમાર  મથુરાપ્રસાદ ગૌતમ (રહે, મુંબઇ વિરાર, ગ્લોબલ સીટી) ની ધરપકડ કરી તપાસ માટે ડીસા લાવવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News