ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિયેશનની બેઠક યોજાઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-10 11:44:25
  • Views : 281
  • Modified Date : 2022-05-10 11:44:25

 

ડીસા તાલુકા પેન્શનર્સ એશોશિએશન ના પ્રમુખ નાગરભાઇ પરમાર ના અધ્યક્ષ સ્થાને તેમજ મંત્રી મોહમ્મદભાઈ એફ. મંડોરી ની ઉપસ્થિતિમાં વાષિૅક સાધારણ સભા કરવામાં આવી હતી. આજે યોજાયેલી આ સાધારણ સભામાં મોટી સંખ્યામાં ડીસામાંથી સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનો હાજર હતા જેમાં વિદાય કર્મચારીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું આ સમારંભના મહાનુભાવ તરીકે ગુજરાત પેન્શન સમાજ અમદાવાદના પ્રમુખ ભરતભાઈ પટેલ (પ્રમુખ), મહામંત્રી એચ.ડી.જાદવ, બનાસકાંઠા પેન્શન એસોસિએશન પ્રમુખ એસ.એસ.વાઘેલા, ભોજન ના દાતા અને મદદનીશ કમિશ્નર કે.એમ.વડાલીયા, નિવૃત્ત શિક્ષક મફતભાઈ મોદી, ડૉ.  કૌશલ સિસોદિયા, શાલ ના દાતા મેવાભાઈ પુનીડીયા, તારીકભાઈ સોલંકી તેમજ કારોબારી સભ્યો તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન ભગવાનભાઈ બંધુ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિદાય લઈ રહેલા તમામ કર્મચારીઓનું હાજર મહેમાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News