ડીસા શહેરમાં આવેલ તાલુકા પંચાયતની લાલીયાવાડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-29 11:19:46
  • Views : 534
  • Modified Date : 2019-06-29 11:19:46

એક તરફ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ભણી ગણી આ દેશનું નામ રોશન કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ડીસા તાલુકા
પંચાયતમાં વિદ્યાર્થીઓને ભણતર માટે જરૂરી કાગળો માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓને
પોતાના ભવિષ્ય બનાવવા માટે જરૂરી કાગળો માટે તાલુકા
પંચાયતમાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓએ તાલુકા
પંચાયતના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો.
ગુજરાત સરકાર એક તરફ ગ્રામીણ વિસ્તારમાં ભણતરનું પ્રમાણ વધે તે માટે લાખોના ખર્ચાઓ કરે છે. પરંતુ કેટલીકવાર સરકારી કચેરીઓના અધિકારીઓના મિલીભગતના કારણે વિદ્યાર્થીઓને ભારે પરેશાની ભોગવવી પડે છે. વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની તો ડીસા શહેરમાં આવેલ તાલુકા પંચાયતમાં વિદ્યાર્થીઓને પોતાના ભણતર કરી અને પોતાનું ભવિષ્ય બનાવવા માટે યોગ્ય સરકારી કાગળોની જરૂરી હોય છે. હાલમાં સરકારી ભરતીઓ તેમજ કોલેજની શરૂઆત થઇ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને ડીસા તાલુકા પંચાયતમાંથી આવકનો દાખલો જાતિનો દાખલો અને ક્રિમિનલ સર્ટી મેળવવાની હોય છે. પરંતુ અહીં આ લાઇનોમાં ઊભા રહેલા વિદ્યાર્થીઓ  છેલ્લાં બે ત્રણ દિવસ સુધી અહીંયા ઉભા રહે છે. અહીં વિદ્યાર્થીઓને સવારથી જ આ લાઈનોમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે સર્ટિઓ માટે ઉભા રહે છે પરંતુ આ સર્ટીઓ આપનાર સરકારી કર્મચારીઓના ઓફિસે આવવાનો ટાઇમ ૧૦ઃ૩૦ નો હોવા છતાં મોડા સુધી આ કર્મચારીઓ ઓફિસે ના આવતા વિદ્યાર્થીઓને ભારે પરેશાની ભોગવવી પડે છે. આ બાબતે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમે લોકો છેલ્લાં ત્રણ દિવસથી દાખલા લેવા માટે અહીંયા તો ધક્કા ખાઈએ છીએ. હજુ સુધી અમને દાખલો મળ્યો નથી. જ્યારે વિદ્યાર્થીઓના વાલીઓ પણ જણાવ્યું હતું કે અમારા બાળકો ભણીઅને પોતાનું ભવિષ્ય બનાવે તે માટે અહીંયા અમે લોકો જાતીના દાખલા અને આવક ના દાખલા માટે આવીએ છીએ પરંતુ દાખલો મેળવવા માટે અમને ઓછામાં ઓછા બે-ત્રણ દિવસનો સમય લાગે છે અને એના કર્મચારીઓ સમયસર પણ આવતા નથી જેથી અમારા બાળકોને હેરાન થવું પડે છે.
આ બાબતે તાલુકા પંચાયતના નાયબ ટીડીઓને  પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમારા કર્મચારીઓ પોતાના સમયે આવે છે અને વિદ્યાર્થીઓને આવકનો દાખલો જાતિનો દાખલો અને ક્રિમિનલ સર્ટી માટે કોઈ જ પ્રકારે હાલાકી પડતી નથી. ત્યારે શું વિદ્યાર્થીઓ સાચા કે પછી તાલુકા પંચાયતના નાયબ ટીડીઓ ? જે હોય તે પરંતુ હાલ તો ડીસા તાલુકાના ગામડાના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યથી રઝળી રહ્યા છે

Download Our B K News Today App



Related News