#ડીસા_તાલુકા અધિકારીઑની આળસના કારણે વિદ્યાર્થીઓ પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 19:32:52
  • Views : 554
  • Modified Date : 2019-06-29 18:40:42

ગુજરાત સરકાર એક તરફ ગ્રામીણ વિસ્તારમાં ભણતરનું પ્રમાણ વધે તે માટે લાખોના ખર્ચાઓ કરે છે પરંતુ કેટલીકવાર સરકારી કચેરીઓના અધિકારીઓના મિલીભગતના કારણે વિદ્યાર્થીઓને ભારે પરેશાની ભોગવવી પડે છે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ની તો ડીસા શહેરમાં આવેલ તાલુકા પંચાયતમાં વિદ્યાર્થીઓને પોતાના ભણતર કરી અને પોતાનું ભવિષ્ય બનાવવા માટે યોગ્ય સરકારી કાગળોની જરૂરી હોય છે હાલમાં સરકારી ભરતીઓ તેમજ કોલેજની શરૂઆત થઇ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને ડીસા તાલુકા પંચાયત માંથી આવકનો દાખલો જાતિનો દાખલો અને ક્રિમિનલ સર્ટી મેળવવાની હોય છે પરંતુ અહીં આ લાઇનોમાં ઊભા રહેલા વિદ્યાર્થીઓ આજે આ લાઈનો માં નથી ઉભા પરંતુ છેલ્લા બે ત્રણ દિવસ સુધી અહીંયા ઉભા રહે છે અહીં વિદ્યાર્થીઓને સવારથી જ આ લાઈનોમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે સર્ટિઓ માટે ઉભા રહે છે પરંતુ આ સર્ટીઓ આપનાર સરકારી કર્મચારીઓના ઓફિસે આવવાનો ટાઇમ 10:30 નો હોવા છતાં મોડા સુધી આ કર્મચારીઓ ઓફિસે ના આવતા વિદ્યાર્થીઓને ભારે પરેશાની ભોગવવી પડે છે આ બાબતે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમે લોકો છેલ્લા ત્રણ દિવસથી દાખલા લેવા માટે અહીંયા તો ધક્કા ખાઈએ છીએ પરંતુ હજુ સુધી અમને દાખલો મળ્યો નથી જ્યારે વિદ્યાર્થીઓના વાલીઓ પણ જણાવ્યું હતું કે અમારા બાળકો ભણીઅને પોતાનું ભવિષ્ય બનાવે તે માટે અહીંયા અમે લોકો જાતી ના દાખલા અને આવક ના દાખલા માટે આવીએ છીએ પરંતુ દાખલો મેળવવા માટે અમને ઓછામાં ઓછા બે-ત્રણ દિવસનો સમય લાગે છે અને એના કર્મચારીઓ સમયસર પણ આવતા નથી જેથી અમારા બાળકોને હેરાન થવું પડે છે

Download Our B K News Today App



Related News