ડીસા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ડીસા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-01 11:49:34
  • Views : 215
  • Modified Date : 2022-07-01 11:49:34

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી તલાટી કમ મંત્રીઓ હડતાલમાં જોડાયા છે જેને લઈને ગામ પંચાયત કચેરીઓમાં  સરકારી કામકાજ ઠપ્પ થઈ જવા પામ્યું છે ત્યારે શૈક્ષણિક દાખલા સિવાયની તમામ કામગીરી તલાટી કમ મંત્રીઓ દ્વારા બંઘ કરી દેવાતાં અરજદારો પણ મુશ્કેલીમાં મુકાયાં છે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝાની તાત્કાલિક અસરથી માંગને લઈને તલાટી કમ મંત્રી એસોસિયેશન હડતાલમાં જોડાયા છે ત્યારે આજે ડીસા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આજે ડીસા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી અંકિતા બેન ઓઝા દ્વારા દાંતીવાડા તલાટી કમ મંત્રીઓને ખોટી રીતે હેરાનપરેશાન કરીને  પોતાની આર્થિક માંગણીઓ સંતોષાતા બે તલાટી કમ મંત્રીના ઈઝાફા  અટકાવી ને તલાટી કમ મંત્રીઓને બાનમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેને લઈને તલાટી કમ મંત્રી એસોસિયેશન દ્વારા હડતાલમાં જોડાવાની ફરજ પડી છે અને દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીન જિલ્લા બહાર બદલી કરવામાં ની માંગ કરવામાં આવી હતી જો તારીખ 372022 સુધીમાં દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં નહી આવે તો તારીખ 472022 ના રોજ બનાસકાંઠા જિલ્લાના તમામ તલાટી કમ મંત્રી એકત્રિત થઈ પાલનપુર  ગલબાકાકા  ચોકથી રેલી કાઢી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ધરણાં પર બેસી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News