ડીસાના તબીબની માનવતા મહેકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 15:17:09
  • Views : 1238
  • Modified Date : 2019-08-24 15:27:49

રાજસ્થાનના રાણીવાડા ગામના રહેવાસી ભીખીબેન વસનારામ ભીલ કે જેઓની ઉ.૩ર છે. જેઓને સુવાવડનો સમય હોવાથી તેમને તેમના ગામમાંથી ધાનેરાના દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓને વધુ બ્લીડિંગ થતું હોવાથી તેમજ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમને સારવાર માટે ડીસા મોકલવામાં આવ્યા હતા. જ્યાં પણ બેથી ત્રણ ડોક્ટરોની મુલાકાત કર્યા પછી તેઓને સફળતા ન મળતા તેઓ નિરાશ થતા તેમની એક સજ્જન વ્યક્તિ સાથે મુલાકાત થતાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ જાગૃતિ હોસ્પિટલ ર્ડા.વારડેની મુલાકાત કરે તેવા સમયે તેમણે ર્ડા. વારડેની મુલાકાત કરતા તેઓએ પેશન્ટની હાલત તેમજ આર્થિક પરિસ્થિતિ જાતા તેઓએ તેમને જાગૃતિ હોસ્પિટલમાં દાખલ કરી બાળક તથા તેમની માતાને બચાવી ર્ડા.વારડેએ માનવતાનો દાખલો પુરો પાડેલ. તેમજ પેશન્ટની દવાઓ તથા ફી માફ કરવામાં આવી તથા ચાર દિવસ સુધી તેમને જમવાનો ખર્ચ પણ ર્ડા.વારડે દ્વારા આપવામાં આવ્યો હતો. આમ આ પેશન્ટને પાંચમી સુવાવડ હોઈ અગાઉ ચાર બાળકોને બચાવી ડોક્ટરે માનવતા મહેકાવી છે. આમ ર્ડા.વારડે દર શુક્રવારે ર્દીઓની ફ્રી તપાસ તેમજ સેવાઓ પુરી પાડે છે. 


Download Our B K News Today App



Related News