ડીસા રખડતા ઢોર મામલે જાગૃત નાગરિક દ્વારા આવેદન આપી રજુઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-13 11:10:43
  • Views : 282
  • Modified Date : 2022-03-13 11:10:43

 

નાયબ કલેકટર ના હુકમ ની ઘોર અવગણના કરતું પાલિકા તંત્ર....

 

ડીસા મા રખડતા ઢોર નો આંતક દિન પ્રતિદિન વધી રહ્યો છે અને આવા એક રખડતા આખલા રેલવેસ્ટેશન વિસ્તાર માં એક યુવક મેં અડફેટે લેતા  ગભીર ઇજા અપગલે સારવાર અર્થે ખસેડવા માં આવેલ છે

ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મામલે ટકોર કર્યા બાદ મહાનગરપાલિકાઓ રખડતા ઢોર પકડવા કામે લાગી છે. આમ છતાં હજુ પણ નાના નગરોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળે છે. ડીસા શહેરમાં રખડતાં પશુઓને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. નાયબ કલેકટરના હુકમ છતાં ડીસા નગરપાલિકા રખડતાં પશુઓને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું હોય તેવુ લાગી રહ્યુ છે. અવારનવાર ડીસા શહેરમાં આખલાઓ સહિતના ઢોરનો ત્રાસ રહેતો હોય છે. સ્થાનિકો દ્વારા પણ અંગે અનેક વાર પાલિકામાં રજુઆત કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી અને જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર બને છે.ત્યારે મામલે ડીસા ના સ્નેહકુંજ સોસાયટી માં રહેતા જાગૃત નાગરિક ગોવિંદભાઈ ઠક્કર ડીસા માનવ આયોગ ગાંધીનગર બાબતે લેખિત રજુઆત કરી રખડતા ઢોર ની સમસ્યા નું નિવારણ કરવા માટે રજુઆત કરી છે

Download Our B K News Today App



Related News