બી.કે.કેબલ નેટવર્ક ઉર્ફે બી.કે.ન્યૂઝ ચેનલનું લાયસન્સ રીન્યુ કરવાનો ઈન્કાર કરતા કલેકટર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-08 12:23:29
  • Views : 5487
  • Modified Date : 2021-07-08 12:23:29

બનાસકાંઠાની બહુ ચર્ચિત બી.કે.ન્યૂઝ ચેનલ ૨૦૦૧ માં ભારત સરકારના કેબલ ટેલિવિઝન નેટર્વક નિયમ ૧૯૯૪ના નિયમ ૩ (૧) નીચે બી.કે.કેબલ નેટવર્કનો પરવાનો આપવામાં આવ્યો. ત્યાર બાદ ૧૯૯૪ના આ નિયમ મુજબ આ પરવાનાની મુદ્દત ૧૨ મહિનાની હોય છે અને અવધી પૂર્ણ થતાં ફરીથી રીન્યુ કરવાની માંગણી કરવાની હોય છે.


છેલ્લા ૨૦ વર્ષથી આ ચેનલનું લાયસન્સ બનાસકાંઠા કલેકટર રિન્યુ કરી આવે છે.  પરવાનેદાર મગનલાલ નારણજી સોલંકીએ તા. ૧૦-૧૨-૨૦૨૦ ના રોજ રિન્યુ માટે અરજી કર્યા હોવાનું જાણવા મળેલ છે. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાનો અભિપ્રાય તેમજ ડીસા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટનો અભિપ્રાય ૨૧-૧-૨૦૨૧ નું વંચાણે લેવાયો. તેવી જ રીતે આ કેબલ નેટવર્કના વિરૂદ્ધમાં ફરિયાદો આવતા ફરીથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તા. ૧-૨-૨૦૨૧નો અભિપ્રાય તેમજ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડીસાનો ૫-૨-૨૦૨૧ નો અભિપ્રાય તેમજ ડીસા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટનો ૨૫-૬-૨૦૨૧ ના હુકમને ધ્યાનમાં રાખી બનાસકાંઠા કલેકટરે બી.કે.કેબલ નેટર્વકના વિરોધમાં આવેલી ફરિયાદોને સંપૂર્ણ રીતે ચકાસણી કરી બંન્ને તરફે સાંભળ્યા બાદ પરવાનેદારની પૂરેપૂરી રજૂઆત કરવાની તક આપવામાં આવેલ. અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડીસાના નકારાત્મક અભિપ્રાય તેમજ તેમના અભિપ્રાયમાં લાયસન્સ પરવાનાની શરતો નંબર ૬, ૭, ૯, ૧૩, ૧૨, ૨૧, ૨૨ અને ૨૩ નો ભંગ થયા હોવાનો વિગતવાર અહેવાલ આપેલો. તેજ રીતે બનાસકાંઠા એલ.આઈ.બી.ની ટીમે પણ તેમજ ડીસા દક્ષિણ પોલીસ ઈન્સ્પેકટર તથા નાયબ પોલીસ અધિક્ષક ડીસા તમામ લોકોએ બી.કે.ચેનલ નેટર્વક ઉર્ફે બી.કે.ન્યૂઝ ચેનલનો નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ એટલે કે કલેકટરે બી.કે.ચેનલ નેટવર્કના લાયસન્સ રિન્યુ ન કરવાનો હુકમ કર્યો છે.

 

જાે કે બી.કે.ચેનલ નેટર્વકના માલિકે હાઈકોર્ટમાં ન્યાય માટે દાદ માગી છે. આ વિવાદને લઈ ના. હાઈકોર્ટમાં શું ચુકાદો આવે છે તેના ઉપર આ ચેનલ નેટવર્કનું ભવિષ્ય છે તેવું કાયદાવિદો માને છે.

નોંધ ઃ આ સમાચાર અંગે અમારી માહિતીમાં દોષ જણાય તો અમને જાણ કરી માહિતી દોષ સુધરાઈ શકે છે.

Download Our B K News Today App



Related News