ડીસા તાલુકાની સોયલા પ્રા.શાળામાં ધો.૮નો વિદાય સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 11:24:08
  • Views : 476
  • Modified Date : 2019-04-05 11:24:08


ડીસા તાલુકાની સોયલા પ્રા.શાળામાં ધો.૮નો અભ્યાસ પૂર્ણ કરી માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવવા જઇ રહેલા વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જે શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શાળા તથા ગામનું તથા પોતાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા  શાળાના આચાર્ય તથા સ્ટાફગણ દ્વારા આપવામાં આપી હતી.
આમ ધો.૭ની બાળાઓએ વિદાય લેતાં બાળકો માટે વિદાયગીત ગાઇને ભાવવિભોર કરી દીધા હતા. જ્યારે ધો.૮ના બાળકોએ પણ પોતાના ૮ વર્ષ શાળામાં વિતાવ્યા અને શાળામાંથી ભણતર,ગણતર સાથે શિસ્ત અને સંસ્કારના પાઠ ભણવા મળ્યા હતા, તેના દ્વારા શાળાનું નામ રોશન કરવાની ખાત્રી આપી હતી. તેમજ  શાળા માટે હંમેશા ઋણી રહેવાની ભાવના વ્યક્ત કરી હતી.
આમ આ પ્રસંગે શાળા આચાર્યે વિદાય લેતા શાળાના તમામ બાળકોને બોલપેન ભેટ આપી આશીર્વચન પાઠવ્યા હતા.

Download Our B K News Today App



Related News