ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો આજે ડીસા દક્ષિણ પોલીસે પર્દાફાશ કર્યો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-22 11:59:00
  • Views : 724
  • Modified Date : 2021-09-22 11:59:00

     બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં નાની ઉંમરના બાળકોને ડ્રગ્સને રવાડે ચઢાવવાની ફરિયાદો ઘણા સમયથી ઉઠી રહી છે. અને શહેરમાં ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક પણ ખૂબ જ સક્રિય બની ગયું છે.. ત્યારે આજે ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી બાતમીના આધારે ડીસા શહેરમાં આવેલી મોઢેશ્વરી સોસાયટીના એક રહેણાંક મકાનમાથી અંદાજિત આઠેક લાખ રૂપિયાની કિંમતના ડ્રગના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.. પોલીસે આ સફળ ઓપરેશનમાં શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોન નામના શખ્સનાં ઘરે દરોડો પાડ્યો હતો.. અને તેના ઘરમાથી જ  ૩૩૮.૬૦ ગ્રામ ગાંજો, ૫૯.૭૬૦ ગ્રામ સ્મેક અને ૧૮.૨૫ ગ્રામ મેફેડ્રોન (md)નો જથ્થો ઝડપી પાડ્યો છે.. આ તમામ જથ્થો ની કિંમત  સાત લાખ છણું હજાર સાતસો  રૂપિયા. પોલીસે આ તમામ જથ્થા સાથે શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોનની અટકાયત કરી આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે અને આ જથ્થો કોના પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો તેની વધુ તપાસ હાથ ધરી છે.. ડીસામાં આવેલી મોઢેશ્વરી સોસાયટીમાથી ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર સામે આવતા સમગ્ર ડીસામાં ચકચાર મચી ગઈ છે. ત્યારે પોલીસને આશા છે કે આ ઘટના બાદ અન્ય લોકો કે જે ડ્રગ્સ નેટવર્કમાં સપડાયેલા છે તે પણ બેનકાબ થશે.પોલીસે ડ્રગ્સના ગુન્હામાં ઝડપાયેલા આ શખ્સને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News