ડીસા દક્ષિણ પોલીસે ગુમ થયેલ બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-14 11:23:38
  • Views : 318
  • Modified Date : 2022-07-14 11:23:38


ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટા ભાગે બાળકો ગુમ થઈ જવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે એક બાળક પોતાના પરિવારથી છૂટું પડી અને રસ્તો ભૂલી ગયો હોવાથી ડીસા પાટણ હાઈવે પર આવેલ વૈભવ ટાઇલ્સ પાસેથી આજુબાજુના લોકોને મળી આવતા..આજુબાજુના લોકોએ તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા ડીસા દક્ષિણ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મળેલ બાળકનું નામ પૂછતા તેનું નામ કાળુભાઈ હોવાનું જણાવેલ તેમજ તેના પિતાનું નામ પૂછતા તેના પિતાનું નામ સુરેશભાઈ હોવાનું જણાવેલ તે બાદ ડીસા દક્ષિણ પોલીસના સ્ટાફે ગુમ થયેલા બાળકને જન્મ આપનાર માતા-પિતા સાથે મિલન કરાવવા માટે તપાસ શરૂ કરી હતી જે બાદ ગણતરીના કલાકોમાં આ બાળકના માતા-પિતાને શોધી કાઢ્યા હતા..આ બાળકના પિતા સુરેશભાઈ વંસાજી માજીરાણા રેલવે સ્ટેશન પ્રાથમિક શાળાની બાજુમાં ડીસા ખાતે રહે છે તેમની સાથે મિલન કરાવી ડીસા શહેર દક્ષિણ પોલીસના સ્ટાફે માનવતાનું ઊમદા ઉદાહરણ પૂરું પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે


Download Our B K News Today App



Related News