ડીસા દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટ અને અપહરણના આરોપીને ઝડપી પાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-13 11:17:27
  • Views : 269
  • Modified Date : 2022-03-13 11:17:27

ડીસા ખાતે આવેલ વૈભવ ટાઈલ્સની પાછળ આવેલ સોસાયટીમાં ચાર શકશો દ્વારા કરવામાં આવેલ લૂંટ અને અપહરણના કેસમાં દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે લોકો પૈસાની આડમાં લોકોની હત્યા અને અપહરણ જેવા ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ ડીસા શહેરમાં આવેલ વૈભવ ટાઇલ્સ ની પાછળ ચાર શખ્સો દ્વારા ઈકો ગાડીમાં અમદાવાદના સેટેલાઈટ રોડ પર આવેલ જોધપુર ગામના કપીધ્વજ બંગલોઝ ખાતે રહેતા આશિષભાઈ પંચાલનું અપહરણ કરી તેમની પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે બાદ આ અંગેની ફરિયાદ આશિષભાઈ એ તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસ મથકને કરતા પોલીસે તાત્કાલિક તપાસના દોર શરૂ કર્યા હતા જેમાં બાતમીના આધારે ફાટકથી કાચા રસ્તે આરોપીઓ ઇકો ગાડીમાં બેસી આવી રહ્યા હતા ત્યારે પોલીસે ગાડી ને ઉભી રખાવી તલાશી લેતા આ ચારેય આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જેમાં વિક્રમ ભાઈ રણછોડભાઈ લુહાર, વિક્રમસિંહ રઘુસિંહ સોલંકી,આબીદખાન પઠાણ, સમીરઉલ્લાખાન ચાવડાને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News