ડીસાના ચંદ્રલોક રોડ પર સર્જાય મારામારી : માંગતા પૈસા લેવા જતા ચાર શખ્સો દ્વારા યુવક પર હુમલો કરતાં ડીસા દક્ષિણ પોલીસે નોંધાવી ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-19 12:14:55
  • Views : 5137
  • Modified Date : 2021-10-19 12:14:55

 

ડીસાના ચંદ્રલોક રોડ પર આવેલ અંબિકાનગર લિયો સ્કૂલ ની સામે એક યુવક તેની પાસે નોકરી કરતા શખ્સ પાસે માંગતા પૈસા લેવા જતા પૈસા આપવાના બદલે ચાર શખ્સો દ્વારા યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મારમારતા ડીસા દક્ષિણ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ...

 

 

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં જમીન દલાલના વેપાર સાથે સંકળાયેલા રોહિત કુમાર મનુભાઈ માળી રહે ગણેશપુરા સોસાયટી શુભમ પાર્ટી પ્લોટ ની પાસે પાટણ હાઈવે રોડ ડીસા ની ઓફિસે નોકરી કરતા ચિરાગ નટુભાઈ સાંખલા પાસે રોહિતકુમાર માળી પૈસા માંગતા હોવાથી ગઈ કાલે રાત્રે આઠ  વાગે પૈસા લેવા ચંદ્રલોક રોડ પર  આવેલ લીઓ સ્કૂલ ની સામે અંબિકાનગર ખાતે રહેતા ચિરાગ નટુભાઈ સાંખલા ના ઘરે ગયેલ ત્યારે રોહિતકુમાર માળી ચિરાગ સાંખલા ને બૂમ મારતા ચિરાગ સાંખલા ઘર ની બહાર આવેલ તે બાદ ચિરાગ સાંખલા નો પરિવાર રોહિતકુમાર માળી ને જોઈ એકદમ ઉશ્કેરાઈ જઈ ઘર ની બહાર આવેલ  અને કહેવા લાગેલ કે તમે સાના પૈસા માંગો છો તેમ કહી અપશબ્દો બોલવા લાગેલ ત્યારે રોહિતકુમાર માળી કહેલ કે મારે માંગતા પૈસા લેવા આવેલ છું તેમ કહેતા ચિરાગ સાંખલા ના ઘરે હાજર તેનો ભાઈ સુનિલ ઉર્ફે ભરત નટુભાઈ સાંખલા તથા તેના પિતા નટુભાઈ ચમનભાઈ સાંખલા તથા તેના કાકાનો દીકરો લાલાભાઇ કનવરભાઇ સાંખલા નાઓ એક્દમ ઉશ્કેરાઈ જઈ ચિરાગ ને પૈસા ની વાત માટે ટેકો પૂરી બધા રોહિતકુમાર માળીને જેમતેમ બોલવા લાગેલ બોલચાલ દરમિયાન ચિરાગ નટુભાઈ સાંખલા તેના ઘરમાંથી લોખંડ ની તલવાર લઈ આવી રોહિતકુમાર માળીને ડરાવવા લાગેલ અને વધુ ગાળાગાળી થતાં ચિરાગ સાંખલા પાસે રહેલ તલવાર ઝપાઝપી દરમિયાન રોહિતકુમાર માળીને માથાના ભાગે વાગેલ અને બધા રોહિતકુમાર માળીને ધક્કામુક્કી કરતા ઘરની બહાર સિમેન્ટના બ્લોક ઉપર રોહિતકુમાર માળીનું માથું પટકાતા રોહિતકુમાર માળીને વધુ ઇજા થયેલ અને લોહીલુહાણ થઇ ગયેલ છે તેમ છતાં તેની સાથેના નટુભાઈ ચમનભાઈ તથા લાલાભાઇ કનવરભાઈ તથા સુનિલ ઉર્ફે ભરત નટુભાઈ નાઓ રોહિતકુમાર માળીને ગડદાપાટુનો માર મારવા લાગેલ અને તેઓ જેમતેમ અપશબ્દો બોલી કહેતા હતા કે આજે તો લોકો આવી જવાથી તમે બચી ગયેલ છો પરંતુ હવે પછી લાગ મળશે તો તને જાનથી મારી નાખીશું તારા ટુકડા કરી નાખીશું તેવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા લાલાભાઇ કનવરભાઈ ત્યાંથી જતા રહેલા અને બાકીના પોલીસની ગાડી આવવાથી તેઓના ઘરમાં જતા રહેલ જે બાદ રોહિતકુમાર માળીને માથાના ભાગે લોહી નીકળતું હોવાથી રોહિતકુમાર મળીએ તેના મિત્ર ની ગાડી માં બેસાડી ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયેલા જેમાં માથાના ભાગે ટાકા આવેલ જે બાદ રોહિતકુમાર મનુભાઈ માળી ડીસા દક્ષિણ પોલીસ મથકે લાલાભાઇ કનવરભાઇ સાંખલા, નટુભાઈ ચમનભાઈ સાંખલા, સુનિલ ઉર્ફે ભરત નટુભાઈ સાંખલા, ચિરાગ નટુભાઈ સાંખલા તમામ રહે ડીસા અંબિકાનગર લીઓ સ્કૂલ ની સામે ચંદ્રલોક રોડ તેમના વિરોધ ફરિયાદ નોંધાવતા ડીસા દક્ષિણ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

Download Our B K News Today App



Related News