ડીસા નવા બસ સ્ટેન્ડ માંથી ભારતીય બનાવટીના બિયર ભરેલ ચાર થેલા ઝડપાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-26 12:06:32
  • Views : 1768
  • Modified Date : 2022-04-26 12:06:32

ડીસા નવા બસ સ્ટેન્ડ માંથી ભારતીય બનાવટીના બિયર ભરેલ ચાર થેલા ઝડપાયા.

 

પોલીસે કુલ રૂ.19,300 ના મુદામાલ સાથે બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી..

 

ડીસા નવા બસ સ્ટેન્ડમાંથી ડીસા ઉત્તર પોલીસ નોન સ્ટોપ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ડીસા બસ સ્ટેન્ડમાંથી ખોલી શકશો ૪ થેલા ભરેલ ભારતીય બનાવટી ના બીયર સહિત કુલ  રૂ. 19,300 ના મુદામાલ સાથે બે શખ્સોની અટકાયત કરી ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી..

 

ગુજરાતના બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે તેથી અનેક વાર બુટલેગરો દ્વારા મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ની હેરાફેરી કરતા હોય છે તો બીજી તરફ બુટલેગરો દ્વારા અવનવા કીમિયા અપનાવી રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ગુસાડવામાં આવે છે. ત્યારે આજરોજ બનાસકાંઠાના ડીસા ખાતે આવેલ નવા બસટેન માં ડીસા ઉત્તર પોલીસનો સ્ટાફ ડીસા નવા બસ સ્ટેન્ડ માં અવાર નવાર પીક પોકેટિંગ તેમજ વાહન ચોરીના બનાવો બનતા હોય છે તેને લઈને ડીસા ઉત્તર પોલીસનો સ્ટાફ નવા બસ સ્ટેન્ડ ખાતે ચેકિંગમાં ગયો હતો તે દરમિયાન 2 શખ્સો  5 થેલા લઈ બેઠા હતા. આ બંને શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાતા જે બાદ પોલીસ દ્વારા બે શખ્સોને ઝડપી પૂછપરછ કરતા તેઓએ તેમનું નામ અર્જુનસિંહ હરીસિંહ રાજપુત હાલ રહે. મોરબી જી.મોરબી.મૂળ રહે.દિપર તા.રાણીવાડા (રાજસ્થાન) તેમજ અન્ય શખ્સ નું નામ પૂછતાં તેનું નામ ગોવિંદસિંહ મગનસિંહ રાજપુર હાલ રહે. મોરબી જી.મોરબી.મૂળ રહે.દિપર તા.રાણીવાડા (રાજસ્થાન) વાળો હોવાનું જણાવેલ તેમજ તેમની પાસે રહેલા પાંચ થેલા માં તપાસ કરતા એક થેલામાં કપડાં જોવા મળેલ તેમજ અન્ય ચાર થેલા માં તપાસ કરતા ભારતીય બનાવટી પરપ્રાંતીય બિયર નંગ 120 મળી આવેલ જેની કિંમત રૂપિયા 13,800 તેમજ 2 મોબાઈલ જેની કિંમત રૂપિયા 5,500 આમ કુલ મુદામાલ 19,300 સાથે ડીસા ઉત્તર પોલીસે બે શખ્સો (૧)અર્જુનસિંહ હરીસિંહ રાજપુત હાલ રહે. મોરબી જી.મોરબી.મૂળ રહે.દિપર તા.રાણીવાડા (રાજસ્થાન) (૨)ગોવિંદસિંહ મગનસિંહ રાજપુર હાલ રહે. મોરબી જી.મોરબી.મૂળ રહે.દિપર તા.રાણીવાડા (રાજસ્થાન)  વાળા ને ઝડપી પાડી પ્રોહીબીશન  એક્ટ કલમ 65 (એ).(ઈ)116 (૨) 81 મુજબ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News