ડીસા સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં શિક્ષક દ્વારા દિકરીઓ માટે કરાટે તાલીમ આપવાની શરૂઆત કરી હતી....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-07 10:43:45
  • Views : 221
  • Modified Date : 2022-04-07 10:43:45

સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મહીલાઓ પર  અત્યાચારોની ઘટનામાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને દિકરીઓ પર છેડતી દુષ્કર્મની ઘટનામાં વધારો થતાં માતા-પિતા ચિતત બન્યા છે ત્યારે દિકરીઓ પણ પોતાના પગ પર ઉભા રહીને અનેક ઘટનાઓ સામનો કરી શકે તે હેતુથી ડીસાના સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં રહેતા એક શિક્ષક હરેશભાઈ પરમાર દ્વારા આગળ આવ્યા છે અને સર્વ સમાજની દિકરીઓને કરાટે તાલીમ આપવાની વિનામૂલ્યે શરૂઆત કરવામાં આવી છે ત્યારે આજે સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં રહેતી દિકરીઓ ને કરાટે તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી હતી અને દિકરીઓને કરાટે શીખવાડયા હતાં સાથે-સાથે શિક્ષક હરેશભાઈ પરમાર દ્વારા જણાવાયું હતું કે સમાજમાં દિકરીઓ પર વારંવાર છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે માતા-પિતા ચિતત બની ગયાં છે ત્યારે આજથી દિકરીઓને કરાટે તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે અને અત્યારે 25 થી વધું દિકરીઓ માટે કરાટે ડ્રેસ સ્કોડની ખરીદી કરવામાં આવી છે અને વધું દિકરીઓ કરાટે તાલીમમાં જોડાશે તો વધું ડ્રેસ સ્કોડની ખરીદી કરી અને જરૂર પડશે તો  મહીલા કરાટે કોચ લાવીને દરેક સમાજની દિકરીઓને કરાટે તાલીમ આપી પોતાની સુરક્ષા કરી શકે તેવી રીતે સજ્જ કરવા માટે કટીબદ્ધ છું અને ડીસા શહેરમાં દરેક માતા-પિતાને પણ આહવાન કરવામાં આવ્યું હતું કે તેમની દિકરીઓને કરાટે તાલીમ માટે વિનામૂલ્યે  મુકવામાં આવે જેથી દરેક દિકરીઓ પોતાની સુરક્ષા પોતેજ કરી શકે અને રાક્ષસો સામે લડી શકે અને સમાજના દુશ્મનોને મો તોડ જવાબ આપી શકે સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં શિક્ષક દ્વારા દિકરીઓ માટે કરાટે તાલીમ આપવાની શરૂઆત કરાતાં સત્યમ શિવમ સુંદરમ સોસાયટીના રહીશો દ્વારા પણ શિક્ષણની વિચારધારાની પ્રશંસા કરી હતી અને દરેક શાળા કોલેજોમાં પણ દિકરીઓને કરાટે તાલીમ આપવામાં આવે તેવી લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ધાનેરા તાલુકાના લાધાપરા   પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રાઈમરી શિક્ષક હરેશભાઈ મુળજીભાઈ પરમાર દ્વારા દિકરીઓની સુરક્ષા માટે આગળ આવ્યા છે અને સરકાર દ્વારા અપાતા પગાર ભથ્થામાંથી 50,% ટકા દિકરીઓને કરાટે તાલીમ માટે ખર્ચ કરવાની પણ તૈયારી દર્શાવી છે ત્યારે સરકારી પ્રાથમિક શાળાના આ શિક્ષકને પણ સૌ સૌ સલામ ડીસાના સામાજીક કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે..

Download Our B K News Today App



Related News