ડીસાના યુવકે છ માસ અગાઉ બનાસકાંઠા એલસીબી, ડીસા,છાપીના પોલીસ અધિકારી કર્મીઓ સામે ફરિયાદ નોંધાવવા અરજી કરી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-14 13:02:34
  • Views : 202
  • Modified Date : 2021-11-14 13:02:34

 

ડીસાના ભોંયણ નજીક 1 મેં 2020 ના દિવસે બનાસકાંઠા એલસીબીની ટીમે ચાર શખ્સો પાસેથી જીવનના બે ઇન્જેક્શન કબજે લીધા હતા જેમણે આ ઇંજેક્શન આપનારા શખ્સો અમદાવાદ તરફ ગયાનું જાણવા છાપી પોલીસે નાકાબંધી કરી મૂળ ડીસાના મંગળ પાર્ક હાલ અમદાવાદ ગોતા ના હર્ષદભાઈ લેખરાજ ભાઈ ઠક્કર સહિત ચાર શખ્સો ને ઝડપી કુલ આઠ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો જોકે તેમના ખીસ્સામાં રહેલા રૂ.1,05,500 છાપી પોલીસના બે કર્મીઓએ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા તેમજ એલસીડી અને ડીસા રૂરલ પોલીસે ખૂનનો ગુનો નોંધી ગેરકાયદે બે દિવસ કસ્ટડીમાં રાખી અપશબ્દો બોલી માર માર્યો હોવાના આક્ષેપો સાથે 10 અધિકારી-કર્મચારી ઓ સામે ફરિયાદ દાખલ કરવા પોલીસ મહાનિર્દેશક સહિત ને અરજી કરી હતી જોકે કોઇ કાર્યવાહી ન થતાં આખરે ડીસા ની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી આ અંગે વકીલ સુરેશભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે ન્યાયાધીશ ઇન્દ્રજીત ભાટીએ આ કેસમાં જિલ્લા પોલીસવડાને તપાસ કરી 60 દિવસમાં કોર્ટમાં રિપોર્ટ કરવાનો હુકમ કર્યો છે.જેમાંદિગ્વિજયસિંહ રામસિંહ હેડ કોસ્ટેબલ  એલ.સી.બી.પાલનપુર પ્રકાશભાઈ અમૃતભાઇ પો.કો. એલ.સી.બી.પાલનપુર ગજેન્દ્રસિંહ શેષકરણદાન, પો.કો.એલ.સી.બી.પાલનપુર. આર.જી.દેસાઈ પી.એસ.આઈ.એલ.સી.બી.પાલનપુર. યાજ્ઞિકભાઈ રતુભાઈ.હે.કો.છાપી પોલીસ સ્ટેશન જગદીશભારથી કનુભારથી. પો.કો.છાપી પોલીસ સ્ટેશન જયપાલસિંહ સજુભા,.પો.કો.એલ.સી.બી.પાલનપુર. ઈશ્વરભાઈ પુનમાજી,.પો.કો.એલ.સી.બી.પાલનપુર. એમ.જે.ચૌધરી,પી.આઈ.ડીસા રુલર પોલીસ સ્ટેશન. સુધીરભાઈ શાંતારામ રાણે, પી.એસ.આઈ.ડીસા રુલર પોલીસ સ્ટેશન આ તમામ સામે તપાસ કરવા માટે આદેશ કર્યા છે.

 

Download Our B K News Today App



Related News