ડીસાના યુવાનોની લદાખ સુધીની સાઇકલ યાત્રા : રાઈડ ફોર નેશન- રાઈડ ફોર વેકસીનેશનના સ્લોગન સાથે રસીકરણ મામલે જાગૃતતા ફેલાવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-16 12:02:21
  • Views : 336
  • Modified Date : 2021-06-16 12:02:21

     રાઈડ ફોર નેશન- રાઈડ ફોર વેકસીનેશન ના સ્લોગન સાથે ડીસાના યુવાનોની એક ટીમ તેમજ ડોક્ટર આગેવાનો મનાલી થી લેહ સુધી સાયકલ યાત્રા કરવા નીકળ્યા છે. આ સાયકલ યાત્રા પાછળનું એક જ ઉદ્દેશ છે કે લોકો ના માનમાંથી કોરોના વેક્સીન અંગેની એ ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે તે દૂર થાય અને વેક્સીનેશન થકી દેશ સુરક્ષિત થાય. જે  અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે 13 સાયકલ સવારો ડીસા થી પ્રસ્થાન કરી ચુક્યા છે. આ સાયકલ સવારો 10 દિવસ સુધી સાયકલયાત્રા કરશે. સાયકલયાત્રા માં મહિલાઓ પણ જોડાઈ છે.

     ડીસાથી નીકળેલી આ સાયકલ યાત્રા 10 દિવસ સુધી ચાલનારી યાત્રા દરમિયાન તેઓ 560 કિલોમીટરનું અંતર કાપશે. મનાલી થી ચાલુ થયેલી ખારદુગલા જઈ આ યાત્રા પૂર્ણ થશે. દેશના પર્વતીય વિસ્તાઓ માં પણ લોકોમાં કોરોના વેકસીન માટે જાગૃતતા આવે તે આ સાઈકલિંગ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે. આ સાઈકલ યાત્રા દરમ્યાન લોકોને કોરોના રસીકરણ માટે જાગૃતિ લાવવામાં આવશે. આ સાયકલયાત્રામાં બે ડૉકટર મહિલાઓ પણ જોડાઈ છે. જે સાયકલયાત્રા દરમ્યાન વડાપ્રધાન ના ફિટ ઇન્ડિયાના સ્લોગનને મજબૂત કરવા અને મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને ફિટ રાખે તે માટે જાગૃતતા લાવવામાં આવશે.

     ડીસાના સાઈકલ સવારો પર્વતીય વિસ્તારમાં કોરોના રસી માટે જાગૃતતા લાવશે. એક તરફ દેશમાં કોરોના રસી મામલે અનેક અફવાઓ ફેલાઈ રહી છે તેવા જ સમયે દેશના પર્વતીય વિસ્તારમાં આ સાઈકલ યાત્રા લોક જાગૃતતા લાવવામાં મદદરૂપ થશે.

 

Download Our B K News Today App



Related News