ડીસાના વાસણા જુના ગામે સ્મશાનમાં ચોરી અજાણ્યા શખ્સો સ્મશાન ની સગડીની કરી ચોરી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-21 11:19:34
  • Views : 261
  • Modified Date : 2022-03-21 11:19:34

 

ડીસાના વાસણા જુના ગામે આવેલ સ્મશાન માં ફોરેસ્ટ વિભાગ દ્વારા ફાળવેલ સ્મશાન ની સગડી ના અલગ અલગ પાર્ટ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ જતાં ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે...

 

બનાસકાંઠા જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે બસ કરો હવે સમશાન પણ છોડતા નથી એવી જ ઘટના ડીસા તાલુકાના વાસણા જુના ગામે બનવા પામી છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો ડીસા શહેરને જાણે ટાર્ગેટ કર્યું હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે.ખાસ કરીને હવે તસ્કરો શહેરી વિસ્તારને છોડી ગ્રામીણ વિસ્તારને એક બાદ એક નિશાન બનાવી રહ્યા છે.ત્યારે વાસણા જુના ગામ ખાતે આવેલ સમશાનમાં ખાતે સ્મશાન માં ફોરેસ્ટ વિભાગ પાલનપુર સ્મશાન વિભાગમાં સ્મશાન માં સગડી આપવામાં આવી હતી જે વાસણા જુના ગામે સ્મશાન તૈયાર કરવામાં માટે સગડી ના અલગ અલગ પાર્ટ જેની કિંમત 25 હજાર ની ફાળવણી કરી હતી જેની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ જતાં સ્મશાન ખાતે થી સગડી ના અલગ અલગ પાર્ટ ની ચોરી ની ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે...

Download Our B K News Today App



Related News