ડીસા ની શ્રીનાથ સોસાયટી માં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-08 10:58:18
  • Views : 1886
  • Modified Date : 2022-05-08 10:58:18

 

 

પોલીસે  બન્ને તરફ ની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી...

 

ડીસા રાણપુર રોડ ઉપર આવેલ શ્રી નાથ સોસાયટી માં ક્રિકેટ રમતા છોકરા ને લઈ સરજાયેલ સામાન્ય વિવાદ ઉગ્ર બનતા બને પક્ષે એક બીજા ઉપર પથ્થર મારો કરતા મામલે પોલિસે બને પક્ષ ની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

સમગ્ર ફરિયાદ ની વિગત અનુસાર ડીસા રાણપુર રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટી ખાતે રહેતા નિરવકુમાર મહેશભાઈ જોશી તેમજ નજીક માં રહેતા રેખાબેન રામભાઈ પટેલ એકબીજા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં નિરવભાઈ ના જણાવ્યા અનુસાર  તેઓ ની સોસાયટી માં કેટલાક છોકરા ક્રિકેટ રમતા હોઈ તેનો બોલ અવાર નવાર ઘરમાં આવતો હોઇ બાબતે નિરવભાઈ ઠપકો આપવા જતા સોસાયટીમાં રહેતા  રહેતા રેખાબેન પટેલ તેમજ કૃણાલભાઈ પટેલ સહિત  રહીશોએ પોલીસ મથકમાં તેમના વિરુધ ફરિયાદ કરેલ જેમાં જણાવેલ કે નિરવભાઈ જોશી  અને તેમના જામીન પણ લેવરાવેલા અને તે બાબતે નિરવભાઈ પણ પોલીસ મથક ખાતે સોસાયટી ના અન્ય રહીશો સામે ફરિયાદ નોંધાવેલી જેમાં નિરવભાઈ ની ફરિયાદ મુજબ તેઓ ગત રોજ પરિવાર સાથે  ઘરે હતા તે દરમિયાન  સોસાયટી ખાતે રહેતા રાકેશભાઈ પટેલ,સંજયભાઈ પટેલ,મમતાબેન  પટેલ,શૈલેષભાઇ પટેલ ,કૃણાલભાઈ પટેલ સહિત ના અન્ય રહીશો ગેરકાયદેસર  મંડળી રચી ને નિરવભાઈ ના  ઘરે આવેલા અને નિરવભાઈ ના પિતા મહેશભાઈ ને  કહેવા લાગલે કે તમારા નિરવે અમારા વિરુદ્ધ કેમ ફરિયાદ કરી છે આજે તેને મારવો છે તેમ કહી અપશબ્દો બોલવા લાગેલ જોકે મહેશભાઈ અપશબ્દો બોલવાની ના પાડતા લોકો ઉશ્કેરાઈ જઈ તમામ લોકો તેમના ઘર ઉપર   પથ્થર મારો કરેલ જેમાં નિરવભાઈ ના ભાઈ એક પથ્થર આંખ ઉપર લાગેલ જોકે બબાલ ને પગલે સોસાયટી ના અન્ય રહીશો આવો જતા તમામ લોકો ને સમજાવી ઘરે મોકલેલ બાબતે નિરવભાઈ જોશી ડીસા ઉત્તર પોલીસ મથકે રાકેશભાઈ પટેલ ,સંજયભાઈ પટેલ ,મમતાબેન પટેલ,શૈલેષભાઇ પટેલ,કૃણાલભાઈ પટેલ ,રેખાબેન પટેલ,શીતલબેન પટેલ ,ભરતભાઈ પટેલ ,નીલેશભાઇ પટેલ ,અતુલભાઈ પટેલ અને જીગરભાઈ પટેલ સહિત ૧૧ જના વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચી ઘર ઉપર પથ્થરમાંરો કરવા મામલે ફરિયાદ  નોંધવાતા પોલીસ  વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો બીજી તરફ  રેખાબેન રામજીભાઈ પટેલ દ્વારા પણ ફરિયાદ નોંધવાતા જણાવ્યું હતું કે અમારી સોસાયટી માં રહેતા નિરવભાઈ સોસાયટી માં ક્રિકેટ રમતા છોકરા બાબતે થયેલ બોલાચાલી ની અદાવત રાખી બોલાચાલી કરી  પથ્થરમારો કરી ગાડી ના કાચ તોડી રેખાબેન સહિત ના અન્ય લોકો ને પથ્થર મારી ઇજાઓ કરતા મામલે રેખાબેન ડીસા ઉત્તર પોલીસ મથકે નિરવભાઈ મહેશભાઈ બ્રાહ્મણ ,સંકેત મહેશભાઈ બ્રાહ્મણ,જીતુભાઇ બાબુભાઇ પટેલ અને પારુલબેન જીતુભાઇ પટેલ વિરુધ ફરિયાદ નોંધવાતા પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ પણ સુલેહ શાંતિ ભગ કરવા બદલ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News