ડીસાના આરટીઓ ચાર રસ્તા પર પડેલા ખાડાથી અકસ્માત ની ભિતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-26 11:11:15
  • Views : 454
  • Modified Date : 2021-11-26 11:11:15

ડીસાના આરટીઓ ચાર રસ્તા પર નેશનલ હાઈવે ઓથોરિટી ની  બેદરકારીના કારણે મસમોટા ખાડા પડી ગયા છે. જેથી અવારનવાર ખાડામાં વાહનો પટકાતાં અકસ્માતોની વણઝાર થઈ છે. રસ્તા પર પડેલા ખાડા પૂરવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે.

ડીસા તાલુકાના આખોલ મોટી ગ્રામ પંચાયત હસ્તક માં આવેલ આરટીઓ ચાર રસ્તા પર ડીસાથી ધાનેરા, ડીસાથી થરાદ, ડીસાથી રાધનપુર તેમજ આરટીઓ ચાર રસ્તા થી પાલનપુર તરફ જવા માટે દિવસભર હજારો વાહનોની અવરજવર રહે છે. નેશનલ હાઈવે ઓથોરીટી ની બેદરકારી ના લીધે ચાર રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ડામર રોડનું ધોવાણ થયું છે. રોડ પર પડેલા ખાડાઓના કારણે અનેક વાહન ચાલકો ખાડામાં પટકાતા અકસ્માત થઈ રહ્યાં છે. આરટીઓ ચાર રસ્તા પર પડેલા ખાડાઓ પુરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ને અનેકવાર લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

ત્યારે ડીસાથી પશુ આહાર તેમજ કરીયાણા નો માલસામાન ભરીને જતું ટ્રેક્ટર ખાડામાં પડી જતાં પલટી ખાઈ જતાં માલસામાન વેરવિખેર થઈ ગયો હતો. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

Download Our B K News Today App



Related News