ડીસાની રોટરી ડિવાઈન ક્લબ દ્વારા દીકરીઓ માટે ટોઈલેટ બનાવ્યાં..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-07 10:53:50
  • Views : 220
  • Modified Date : 2022-05-07 10:53:50

 

રોટરી ક્લબ ડીસા ડીવાઈન દ્વારા જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે . સંસ્થાના પ્રમુખ અને સભ્યોની જાણમાં આવ્યું કે અમુક સરકારી પ્રાથમીક શાળામાં દીકરીઓ માટે ટોઈલેટની તકલીફ છે. આ અસુવિધાને દૂર કરવા સંસ્થા દ્વારા  “શ્રીમતી જમનાબેન લોંગમલ”  ના સ્મરણાર્થે વડલાપુરા,મુડેઠા  (તા.ડીસા) પ્રાથમિક શાળામાં દીકરીઓ‌ માટે નવીન ગર્લ્સ ટોઈલેટ  બનાવવામાં આવ્યાં  , જે ગુરુવારે દાતા શ્રી નરેશભાઈ ઠરિયાણીના હસ્તે શાળાને હેન્ડઓવર કર્યા.

આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી ડૉ. રીટાબેન પટેલ, મંત્રી શ્રી હિનલબેન અગ્રવાલ ,પ્રોજેક્ટ ચેરમેન દીપાબેન ઠરિયાણી, જોઈન્ટ સેક્રેટરી વર્ષાબેન‌ પટેલ, કાંતાબેન  પટેલ , અલ્પાબેન શાહ ,વીણાબેન તેમજ ગામના સરપંચ બનેસીંગ ,

, મિતુનભાઈ  તેમજ શાળાના આચાર્ય નવુજી , ભાવનાબેન, વિ. શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

Download Our B K News Today App



Related News