ડીસાના રસાણા બીસીએ કોલેજના વિદ્યાર્થીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર જઈ કરી આત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-01 12:37:28
  • Views : 2329
  • Modified Date : 2021-09-01 12:37:28

     પાલનપુર-ડીસા હાઇવે પર આવેલી ભારત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નર્સિંગ કોલેજના વિધાર્થીઓમાં ભારે રોષ છે અને તેમના રોશનું કારણ છે કે આ કોલેજના વિધાર્થીએ તાજેતરમાં અમદાવાદની સાબરમતી નદીમાં જંપલાવીને કરેલી આત્મહત્યા છે.. કોલેજ બહાર ધરણાં કરી રહેલા વિધાર્થીઓનું માનીએ તો આ કોલેજમાં અભ્યાસ કરતાં પરેશ સુથાર નામના વિધાર્થીને કોલેજમાં પરીક્ષા દરમ્યાન કોપી કરવાના કારણોસર પકડી પાડવામાં આવ્યો હતો.અને ત્યારબાદ મૃતક વિધાર્થી દ્વારા કોલેજ પાસે માફી માંગવામાં આવી હોવા છતાં કોલેજ દ્વારા આ વિધાર્થીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

  આ સમગ્ર ઘટના બાદ હતાશ થયેલા પરેશ સુથારે અમદાવાદ પહોંચી સાબરમતી નદીમાં જંપલાવીને ૨૭ ઓગસ્ટના આત્મહત્યા કરી લીધી હતી.. કોલેજ બહાર પરેશના મોત બાદ પ્રદર્શન કરી રહેલા વિધાર્થીઓએ દાવો કર્યો છે કે વિધાર્થી પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે અને તેમાં તેની આત્મહત્યા પાછળનું કારણ કોલેજમાં આચાર્ય અને એક પ્રાધ્યાપક હોવાનું જણાવ્યુ છે.જેથી હાલ આ વિદ્યાર્થીની આત્મહત્યા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

આ ઘટનાને પગલે આજે નર્સિંગ કોલેજના વિધાર્થીઓએ કોલેજ સંકુલની બહાર પહોંચી મૃતક પરેશ સુથારને ન્યાય મળે તે માટે આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરવા ઉપરાંત કોલેજના પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપકને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. અત્યારે તો આ વિદ્યાર્થીઓએ બાર દિવસ પોતાનો અભ્યાસક્રમ બંધ રાખી પરેશ ને ન્યાય આપવાની માંગ કરી છે અને જો 12 દિવસ સુધી આ કોલેજ દ્વારા આચાર્ય અને લાગતા વળગતા શિક્ષકો સામે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી નર્સિંગ કોલેજના સંચાલક મંડળની રહેશે.

આ ઘટનાને પગલે કોલેજના સંચાલકોએ મીડિયા સાથે વાત કરતા જણાવી રહ્યા છે કે આ અંગે તપાસ કરવામાં આવશે અને જે કસૂરવાર હશે તેમની સામે કડક પગલાં ભરવાની ખાતરી આપી છે. કોલેજના સંચાલક મંડળની ખાતરી બાદ વિધાર્થીઓ શાંત પડ્યા હતા. અને એક અઠવાડિયામાં યોગ્ય કાર્યવાહી કરવાનો સંચાલકોને વિધાર્થીઓએ સમયગાળો આપ્યો છે. અને જો તેમ કરવામાં નહીં આવે તો વિધાર્થીઓ દ્વારા આગામી સમયમાં પરેશ સુથારના ન્યાય માટે ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

 ડીસા તાલુકાના રસાણા ગામે આવેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય દ્વારા ઠપકો આપવામાં આવતા વિદ્યાર્થી અમદાવાદ સાબરમતી નદીમાં જઈ આત્મહત્યા કરી લીધી હતી જે વાત અંગેની જાણ વિદ્યાર્થિનીના પરિવારજનોને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પરેશની લાશને બહાર નીકળી અમદાવાદ ખાતે પીએમ કરાવ્યું હતું ત્યારે આજે ડીસા નર્સિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા પરેશ ને ન્યાય મળે તે માટે કોલેજની બહાર હંગામો કરવામાં આવ્યો હતો જે વાત પરંતુ તેમના પરિવારજનોએ પણ કોલેજ સંચાલક મંડળ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને તાત્કાલિક ધોરણે પરેશ ની આત્મહત્યા પાછળ જે પણ કસૂરવાર હોય તેમની સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News