ડીસાના રામેશ્વર ઈલેક્ટ્રીક વર્કર નામની દુકાન માં થઈ ચોરી : અજાણ્યા તસ્કરો 80 હજાર ના મુદ્દામાલની ચોરી કરી પલાયન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-10 12:36:03
  • Views : 331
  • Modified Date : 2021-11-10 12:36:03

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો એક પછી એક ચોરીની મોટી મોટી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તહેવારોના સમયે દુકાનો બંધ હોવાનો લાભ લઈ તસ્કરો બેફામ બની ચોરીઓની ઘટનાઓને અજામ આપી રહ્યા છે.ત્યારે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ એક્સિલેન્સી હોટલની બાજુમાં આવેલ રામેશ્વર ઈલેક્ટ્રીક વર્કર નામની દુકાનના માલિક મુકેશભાઈ હીરાજી માળી બેસતા વર્ષના દિવસે દુકાન બંધ કરીને પોતાના ઘરે ગયા હતા. જે બાદ આજે સવારે લાભ પાંચમના દિવસે પોતાની દુકાન ખોલી ત્યારે તેમની દુકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા અજાણ્યા તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર સહિત કેમેરાની તોડફોડ કરી દુકાનમાંથી કોપર વાયર ની કિંમત કુલ 80 હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલૂમ થયું હતું.આ સમગ્ર ઘટના બાદ દુકાન માલિક મુકેશભાઈ માળીએ તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસ ને જાણ કરતાં ડીસા દક્ષિણ પોલીસ ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.ત્યારે હાલ તો આ અંગે દુકાન માલિક મુકેશ ભાઈ માળીએ પોતાની દુકાનમાં અજાણ્યા શખ્સોએ કરેલ ચોરી બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News