ડીસાના દાનવીર શ્રેષ્ઠી પી. એન. માળી શેઠ દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થિનીની કોલેજની ભરી એડમીશન કરાવી આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-02 11:30:25
  • Views : 1575
  • Modified Date : 2021-10-02 11:30:25

    ડીસાના દાનવીર શ્રેષ્ઠી પી. એન. માળી શેઠ દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થિનીની કોલેજની ભરી એડમીશન કરાવી આપ્યું.ડીસામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા લોકોને મદદરૂપ થતાં દાનવીર  શ્રેષ્ઠી પી. એન. માળી શેઠ દ્વારા કોલેજની ફી ન ભરી શકનાર જરૂરીયાતમંદ વિદ્યાર્થનિની ફી ભરી કોલેજમાં એડમીશન અપાવી શિક્ષણ ક્ષેત્રે અનોખી સેવા કરી છે. પી.એન. માળી અગાઉ પણ કુદરતી આપત્તિ,કોરોના મહામારી  તેમજ અબોલ જીવો પ્રત્યે પોતાની અનુમોદના થકી દાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે હાલમાં તેઓએ શિક્ષણ ક્ષેત્રે પણ પૈસાના અભાવે ભણી ન શકતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવાની નવી પહેલ શરૂ કરી છે. જેમાં આ વિદ્યાર્થીની હાલમાં કોલેજમાં ફી ભરી શકવા સક્ષમ ન હોય ફી ના અભાવે તેની કારકિર્દી રોળાઈ ના જાય તે માટે પી.એન. શેઠ દ્વારા તેને એડમીશન અપાવી અભ્યાસની જવાબદારી ઉઠાવી ખુબ જ  સરાહનીય તેમજ સમાજમાં પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.અગાઉ પણ પી.એન માળી દ્વારા 30 થી પણ વધુ વિદ્યાર્થીઓ કે જેઓને અભ્યાસમાં આગળ જવું હતું પરંતુ તેમની પાસે ફીની વ્યવસ્થા ન હોવાના કારણે તેઓ અભ્યાસ કરી ન શકતા હતા.આ અંગે ની જાણ વિદ્યાર્થીઓના પરિવાર દ્વારા પી.એન માળીને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક આવા વિદ્યાર્થીઓની ફી ભરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News