ડીસાના NRIએ પાલનપુર ખાતે સિદ્ધપુરા બ્રહ્મ સમાજના700 લોકોનેનિ:શુલ્ક ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ બતાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-23 11:21:28
  • Views : 300
  • Modified Date : 2022-03-23 11:21:28

ડીસાના NRIએ પાલનપુર ખાતે સિદ્ધપુરા બ્રહ્મ સમાજના700 લોકોનેનિ:શુલ્ક ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ બતાવ્યું

 

 

કાશ્મીરી પંડિતોના દર્દની કહાનિ દર્શાવતી ફિલ્મ એટલે દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ’.આ ફિલ્મની વાર્તા 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હિજરત અને હત્યા પર આધારિત  છે.દિગગર્શક માટે કાશ્મીર નરસંહારની વાર્તાને મોટા પડદા પર લાવવી એ સરળ કામ નહોતું તેને  ખૂબ જ સંવેદનશીલતા સાથે હેન્ડલ કરવું પડ્યું હતું. આ ફિલ્મ  11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી.  કાશ્મીરમાં સાંપ્રદાયિક તણાવ હોય છે, આ દરમિયાન કાશ્મીરી પંડિતો શાંતિની આશા રાખી રહ્યા છે. બૌદ્ધિકો જેવા લોકો કોણ સાચુ અને કોણ ખોટું તેની ચર્ચા કરતા હોય છે. બીજી તરફ, વિરોધીઓ પણ આઝાદીની માંગ કરી રહ્યા છે અને લોકોને મારવાનો સીલસીલો પણ શરુ હોય છે. ત્યારે આ સમગ્ર ઘટના પર ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી આ ફિલ્મને લઈ અત્યારે જે કોઈપણ ફિલ્મ જોઈને આવે છે તે કાશ્મીરી પંડિતો ની શું પરિસ્થિતિ હતી તે જોઈને લોકોની આંખોમાં પણ આંસુ આવી જાય છે ત્યારે આ સમગ્ર ફિલ્મ લોકો સુધી પહોંચે અને કાશ્મીરી પંડિતોની શું સ્થિતિ હતી તે લોકો જાણે માટે આજે ડીસાના રહેવાસી અને વર્ષોથી લડન ખાતે સ્થાયી થયેલા સ્નેહલભાઈ ત્રિભોવનદાસ મહેતા દ્વારા પાલનપુર માં આવેલ સિનેમાઘરમાં બનાસકાંઠા જિલ્લાના ૭૦૦થી પણ વધુ સિધ્ધપુરા બ્રહ્મ સમાજના લોકોને ધ કશ્મીર ફાઇલસ મુવી નિશુલ્ક બતાવવામાં આવ્યું હતું સ્નેહલભાઈ મહેતાનો એક જધ્યેય હતો કે હિન્દુ સમાજના પંડિતોની કાશ્મીર માં શું પરિસ્થિતિ હતી તે સિધ્ધપુરા બ્રહ્મ સમાજના લોકો જાણે અને તેમનું સમર્થન કરે જ્યારે આજે પાલનપુર ખાતે સિધ્ધપુરા બ્રહ્મ સમાજના લોકોને સ્નેહલભાઈ મહેતા દ્વારા આ ફિલ્મ બતાવતા તેમને આભાર માન્યો હતો..

Download Our B K News Today App



Related News