ડીસાના નાનાજી દેશમુખ બગીચાની મુલાકાતે પાલિકા પ્રમુખ સહિતની ટીમ પહોંચી : બગીચાને નુકશાન પહોંચાડનાર સામે થશે કડક કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-13 11:00:22
  • Views : 274
  • Modified Date : 2022-04-13 11:00:22


વર્ષ ૨૦૧૮માં ડીસા નગરપાલિકા દ્વારા 1.20 કરોડના ખર્ચે હવાઈ પિલલર મેદાન નજીક આવેલી જમીન પર બગીચો બનાવવામાં આવ્યો હતો.. અને આ બગીચાનું નામ નાનાજી દેશમુખ ગાર્ડન રાખવામા આવ્યું હતું.. બગીચો તૈયાર થયો ત્યારથી જ વિવાદનું કેન્દ્ર બન્યો હતો.. તત્કાલિન કલેક્ટર દ્વારા આ બગીચો જ્યાં તૈયાર કરવામાં આવ્યો હતો તે જગ્યા બિન નંબરી જગ્યા હોવાના લીધે પાલિકાએ મંજૂરી વગર બગીચો બનાવી દેતા બગીચાના લોકાર્પણ પર સ્ટે લાવી દીધો હતો. ત્યારબાદ નગરજનોની સુવિધા માટે તૈયાર થયેલા આ બગીચાને શરૂ કરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રાજકીય કારણોસર બગીચો બંધ રહ્યો હતો.. લોકો દ્વારા આ બગીચાને ખુલ્લો મૂકવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી.. અને છેલ્લા ચાર વર્ષથી અનેક સંગઠનો પણ બગીચાને ખુલ્લો મૂકવાની માંગ કરી રહ્યા હતા.. તેમ છતાં બગીચો ખુલ્લો મૂકવામાં આવ્યો નહોતો.. ત્યારે  લોકોની આ માંગ પર હંમેશા માટે પૂર્ણ વિરામ લાગી ગયો છે.. ગતરોજ બપોરના સમયે અચાનક બગીચામાં આગ લાગી હતી.. અને જોત જોતામાં આ આગે ભીષણ સ્વરૂપ લઈ લીધું હતું અને સમગ્ર બગીચામાં આગ ફેલાઈ ગઈ હતી.જેમાં બગીચા મોટા થયેલા તમામ વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા. જે બાદ આજે આ બગીચાની મુલાકાત એ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ જોશી, પ્રશાંતભાઈ ભાટી, ભરતભાઈ, શૈલેષ પ્રજાપતિ,ચકાભાઈ સહિતના પાલિકા સદસ્યોએ બગીચાની મુલાકાત કરી હતી.અને બગીચામાં આગથી કેટલું નુકશાન થયું છે તે બાબતે પાલિકા કર્મચારીઓને સાથે રાખી સર્વે કરવામાં આવ્યો હતો.

 

ડીસામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા બગીચો વિવાદના કારણે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડે છે જે બગીચામાં ગતરોજ કોઈ કારણોસર આગ લાગતા બગીચો તૈયાર થયેલો બળીને ખાખ થઈ ગયો હતો આ અંગે આજે બગીચાની મુલાકાત એ પાલિકા પ્રમુખ સહિતના સભ્યો પહોંચ્યા હતા અને બગીચામાં કેટલું નુકસાન થયું છે તે અંગે સર્વે કર્યો હતો જે બાદ ડીસા નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે ગતરોજ નગરપાલિકા સંચાલિત નાનાજી દેશમુખ બગીચામાં કોઈ કારણસર આગ લાગી હતી આ આગની ઘટનાની જાણ પાલિકા સભ્યો દ્વારા તમને કરવામાં આવી હતી પરંતુ અમારે અમદાવાદ ખાતે હાઈ કોર્ટમાં કેસ ચાલતો હોવાના કારણે અમે હાજર ન હતા પરંતુ આજે અમે આ બગીચામાં કયા કારણોસર આગ લાગી છે તે જાણવા માટે પહોંચ્યા હતા અને જે પણ આ બગીચાને આગ લગાવવા માટે જવાબદાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમારી પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

 

Download Our B K News Today App



Related News