ડીસાની લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે બાજરી ભરેલી ટ્રક ગટરમાં ખાબકી : સદનસીબે જાનહાનિ ટળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-15 11:50:06
  • Views : 119
  • Modified Date : 2022-06-15 11:50:06

 ડીસાની લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે બાજરી ભરેલી ટ્રક ગટરમાં ખાબકી : સદનસીબે જાનહાનિ ટળી

 

ડીસાની લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે રાત્રિના સમયે બાજરી ભરેલી ટ્રકનું ટાયર અચાનક ગટરમાં ઘુસી જતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પરંતુ સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતો અને શહેરી વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સિઝનના પ્રથમ વરસાદના આગમનથી હાલ લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી તો બીજી તરફ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદના કારણે અનેક જગ્યાઓએ પશુઓના મોત પાકમાં નુકસાન અને ક્યાંક ને ક્યાંક વાહનો ગટરોમાં ખુશી જવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે ડીસાની લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે પણ આવી એક ઘટના સામે આવી હતી જેમાં રામપુરા ગામથી એક ટ્રક બાજરી ભરીને બગીચા સર્કલથી લક્ષ્મીનારાયણ સોસાયટી તરફ જઈ રહી હતી તે સમયે ટ્રકના ડ્રાઈવરે લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે પોતાની ટ્રક સાઈડમાં કરવા જતા ટ્રકનું પાછળનું ટાયર ગટરમાં ઉતરી ગયું હતું. ટ્રકનું ટાયર ગટરમાં ઘૂસતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ આ ઘટનામાં સદ્નસીબે જાનહાનિ ટળી હતી આમ તો દિવસ દરમ્યાન લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે ખાસ કરીને શાકભાજી નું વેચાણ કરતા મજૂર વર્ગના લોકો લક્ષ્મીનારાયણ સોસાયટી રોડ પર બેઠા હોય છે પરંતુ રાત્રિનો સમય હોવાના કારણે આ સોસાયટી પાસે કોઈ વ્યક્તિ હતું નહીં જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જે બાદ સ્થાનિક મજુરીયાની મદદથી ટ્રકમાં પડેલ તમામ બાજરીના કટા નીચે ઉતારી ટ્રકને ગટરમાંથી બહાર નિકાળવામાં આવી હતી. ટ્રક જે પ્રમાણે ઘરમાં ઘૂસી છે તે જોતા આ ગટરનું કામ કાજ હલકી ગુણવત્તાવાળુ કરવામાં આવ્યું હોય તેઓ જોવા મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા હલકી ગુણવત્તાવાળું કામકાજ કરતા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો ચોમાસામાં વાહનો ગટરોમાં ઘુસવાના બનાવો અટકી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News