ડીસાની જમનાબાઈ પ્રાથમિક શાળાના બાળકોએ બી.કે.ન્યૂઝ હાઉસની લીધી મુલાકાત : અખબાર અને મીડિયાને લગતી માહિતી આપવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-02 11:35:32
  • Views : 212
  • Modified Date : 2021-12-02 11:35:32

ડીસા શહેરમાં આવેલ  જમનાબાઈ પ્રાથમિક શાળાના ધોરણ ૭ના બાળકોને ગુજરાતી એકમ અખબારી નોંધ' અંતર્ગત બી.કે.ન્યૂઝ દૈનિક અને બી.કે.ન્યૂઝ ઓફસેટની મુલાકાત ગોઠવવામાં આવી હતી. જેમાં વર્ગ શિક્ષક મંજુલાબેન રાજપૂત અને મોતીભાઈ વાઘેલા જોડાયા હતા. બી.કે.ન્યૂઝ દૈનિક અને પ્રેસની તમામ માહિતી બી.કે.ન્યૂઝ દૈનિકના સબ એડીટર ભારતીબેન પરમારે આપી હતી. બાળકોને ભારતીબેન દ્વારા પ્રિંટીંગ પ્રેસના તમામ મશીનરી અને કમ્પ્યુટરમાં પેપર કઇ રીતે તૈયાર થાય છે અને કેવી રીતે પ્રિન્ટીંગ થાય છે તેની સુંદર જાણકારી આપી હતી. શાળાના બાળકોએ પ્રેસને લગતા વિવિધ પ્રશ્નો પૂછયા હતા જેની સમજ ભારતીબેને આપી હતી. છેલ્લે ભારતીબેને બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવ્યું હતું..બાળકો પ્રેસની મુલાકાતથી વાકેફ થયા અને જાણકારી મળી હતી.

Download Our B K News Today App



Related News