ડીસાની ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોર્મસ કોલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉધોગ સાહસિકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-20 12:10:30
  • Views : 214
  • Modified Date : 2021-10-20 12:10:30

ડીસાની ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોર્મસ કોલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્રારા 'શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ' યોજના અંતર્ગત એન્ટ્રી ઇન સર્વિસ એન્ડ કેરિયર કાઉન્સિલ કમિટીના કન્વીનર પ્રો.દિવ્યા પિલ્લઈ દ્રારા ઉધોગ સાહસિકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ની શરૂઆત કાર્યકારી આચાર્ય પ્રો.આર.ડી.દેસાઈ ના શાબ્દિક સ્વાગતથી કરી હતી. ત્યારબાદ મુખ્ય વક્તા કે જેઓ જિલ્લા કોડીનેટર, બનાસકાંઠા તેમજ CED- ગાંધીનગર થી લક્ષમણભાઇ પરમારે ઉદ્યોગ સાહસિકતા તેમજ રોજગારીલક્ષી જાગૃતતા દ્રારા વિદ્યાર્થીઓને મોટિવેશન, આત્મવિશ્વાસ, નિષ્ફળતા થી સફળતા સુધીની યાત્રા તેમજ ઉધોગ સાહસિકોના ઉદાહરણ આપી સમજાવ્યું હતું. આ ઉપરાંત IQAC ના કન્વિનર પ્રો. તેજસ બી. આઝાદે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.સમસ્ત કાર્યક્રમ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નોડલ સમિતિના નોડલ ઓફિસર પ્રો.ર્ડો. તુપ્તિ સી. પટેલ, આસિસ્ટન્ટ નોડલ ઓફિસર પ્રો.ર્ડો. મિતલ એન. વેકરિયા તેમજ કોલેજના કાર્યકારી આચાર્ય પ્રો.રાજુભાઇ ડી. દેસાઇ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન  પ્રો.દિવ્યા પિલ્લઈ અને આભરવીધી પ્રો.ડૉ. મિતલ એન. વેકરિયા એ કરી હતી. કાર્યક્રમ ને સફળ બનાવવા કમિટી ના સભ્યો પ્રો.રાજેશ ગણાવા અને પ્રો. નવનીત રાણા મદદ કરી હતી. 250 વિદ્યાર્થીઓ એ ઉધોગસાહસિકતા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

Download Our B K News Today App



Related News