ડીસાની લચ્છાજી ચાલીમાં રહેણાંક મકાનમાં ધોળા દિવસે થઈ ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-29 11:51:09
  • Views : 545
  • Modified Date : 2021-09-29 11:51:09

     ડીસાની લચ્છાજી ની ચાલીમા એક રહેણાંક મકાનમાં ધોળા દિવસે તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી પલાયન થઈ જતાં મકાનમાલિકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો જાણે સક્રિય થયા હોય તેમ એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે તે દિશા ખાતે આવેલ લચ્છાજીની ચાલી પાસે આવેલ તાલુકા પ્રાથમિક શાળા પાસે રહેતા જેસીંગભાઇ મણિલાલ મોચી દરજી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે સવારે 11 વાગે જેસીંગભાઇ મોચી પોતાના ઘરે થી બજાર ખાતે આવેલી પોતાની ટેલર ની દુકાને ગયા હતા જેસીંગભાઇ ની પત્ની સવિતાબેન પોતાના ઘરે હતા દિવસ ના બપોરે  ત્રણ વાગ્યાના સમયે જેસીંગભાઇ ના પત્ની સવિતાબેનને પગે તકલીફ હોવાથી  દવા લેવા ઘર બંધ કરી દવા લેવા ગયા હતા જેબાદ ઘરે આવતા તેમને પોતાના મકાન નું તાળું તૂટેલી હાલ હોવાથી સવિતાબેને તેમના પતિ જેસિંગભાઈ ને ફોન કરી કયુ કે આપણા ઘરે ચોરી થઈ છે તમે ફટાફટ ઘરે આવો ત્યારે જેસીંગભાઇ મોચી પોતાની દુકાન બંધ કરી તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને ઘરે આવી જોતા મેન  દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરો તિજોરીને તોડી અંદર પટેલ બે સૂટકેસ  જેમાં પડેલ દસ હજાર રોકડ રકમ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ પડ્યા હતા તે બે સૂટકેસ કે અજાણ્યા તસ્કરો ઉઠાવી ફરાર થઈ ગયા હતા જે બાદ તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસ ને જાણ કરતાં ડીસા દક્ષિણ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી મકાનમાલિક જેસીંગભાઇ મોચી ની ફરિયાદ  નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જે બાદ આજે વહેલી સવારે જેસીંગભાઇ મોચી ના ઘરે થી થયેલ બે સુટકેસ ચોરી થયેલ તે આજે  પાણી પુરવઠા સરકારી વસાહત માં મળી આવતા જેસીંગભાઈ ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ ની ટિમ ઘટના  સ્થળે આવી બે સૂટકેસ નો કબજો મેળવી અજાણ્યા તસ્કરો ની શોધખોળ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News