ડીસાના બનાસનદી બ્રિજ ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત : બાઈક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-29 11:32:30
  • Views : 444
  • Modified Date : 2022-04-29 11:32:30

ડીસાના બનાસનદી બ્રિજ ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત : બાઈક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો..

 

ડીસાના બનાસ નદી બ્રિજ પર આજ વહેલી સવારે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ચાલકને ગભીર ઇજા થતાં સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયા હતો.

 

બનાસકાંઠા જિલ્લાનાને જોડતો ઇસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર બનાસ નદીનો બ્રિજ 70 વર્ષ જૂનો બ્રિજ  હોવાથી તેમાં ડેમેજ થતા બ્રિજનું સમારકામ કરવાથી 70 વર્ષ જૂનો બ્રિજ બધ કરવામાં આવ્યો છે.એક બ્રિજ પર બને બ્રિજનો વાહન વહેવાર એક બ્રિજ પર ડાયવડ કરવામાં આવ્યો છે.જેથી ભારે ટ્રાફીક જામ સર્જાય છે.તેમજ ટ્રાફિક જામના દ્ર્શ્યો સર્જાતા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક ધારસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા બનાસ નદી માં રોડ બનાવામાં આવ્યો જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય પરંતુ આજે ડીસા બનાસ નદી બ્રિજ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઇજા થવા પામી હતી બાઈક ચાલકને સારવાર માટે ડીસા સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા હતો.પરંતુ અકસ્માત સર્જાતા બનાસ નદી બ્રિજ પર તેમજ બનાસ નદીમાં બનાવેલ રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

Download Our B K News Today App



Related News