ડીસા ખાતે કાર્યરત ભારત વિકાસ પરિસદ દ્વારા યોજાયેલ ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધામાં ડીસાના આશ્રય અને શ્યામા સોની નો પ્રથમ નંબર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-13 11:12:37
  • Views : 256
  • Modified Date : 2021-08-13 11:12:37

     ભારત વિકાસ પરિષદ ડીસા મુખ્ય શાખા દ્વારા ગુરુવંદન ઓનલાઇન વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ ભુલાતી જતી ગુરુ-શિષ્યની પરંપરા વિદ્યાર્થીઓમાં ઉજાગર થાય તે હેતુથી કાર્યક્રમ કરવામાં આવ્યો કાર્યક્રમ ડીસા તાલુકાના દરેક વિદ્યાર્થીઓ માટે ઓપન કેટેગરીનો પ્રોગ્રામ હતો જેમાં ડીસા તાલુકાનો કોઈપણ વિદ્યાર્થી ભાગ લઈ શકે તેમાટે google ફોર્મની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ઓનલાઇન પોતાનો વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં પ્રાથમિક અને માધ્યમિક તેમ બે કેટેગરી રાખવામાં આવેલ હતી, જેમાં પ્રાથમીક કેટેગરીમાં આશ્રય વ્રજેશકુમાર સોની  અને માધ્યમીક કેટેગરીમાં શ્યામા વ્રજેશકુમાર સોનીએ પ્રથમ ક્રમાંક હાંસલ કરેલ, ભાઈ-બહેનની જોડી પ્રથમ ક્રમાંક હાંસલ કરેલ, જે દર્શાવે છે કે તેઓને પોતાની પ્રતિભા સાથે તેઓના પરિવાર પણ શિક્ષણ પ્રત્યે સતત એમની પડખે ઉભા રહી તેમનામાં જ્ઞાનનો સંચય કરાવે છે જેથી આભાઈ-બહેનની જોડીએ બંને વિભાગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે જેમાં આશ્રય સોનીએ અગાઉ તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય લેવલની સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમાંક હાંસલ કરેલા છે તેમજ તેણે કલેકટરશ્રી, ધારાસભ્યશ્રી નાહસ્તે ઇનામ પણ પ્રાપ્ત કરેલા છે તેમજ શ્યામા સોનીએ પણ રોટરી ક્લબની સ્પર્ધા, કલા-મહાકુંભ, ભારત વિકાસ પરિષદની સ્પર્ધાઓમાં પણ તાલુકા લેવલે પ્રથમ આવેલ છે અને આબંને ભાઈ-બહેન હંમેશા કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરતા હોય છે અને પોતાનું જ્ઞાન બીજા બાળકોને પણ આપી બીજાને પણ પ્રોત્સાહીત પણ કરતા હોય છે તો આવા જાણીએ બંને વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા.

 

Download Our B K News Today App



Related News