ડીસા રૂરલ પોલીસે માણેકપુરા નજીકથી જુગાર રમતા પાંચ લોકોને ૧૫ હજાર ઉપરાંતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-25 11:02:07
  • Views : 304
  • Modified Date : 2022-05-25 11:02:07


ડીસા તાલુકા પોલિસે ડીસા તાલુકા માં દારૂ જુગાર ની પ્રવુતિ નેસ્ત નાબૂદ કરવાના જિલ્લા પોલીસ વડા ની સૂચના આધારે માહિતી આધારે માણેકપુરા નજીક આવેલી નહેર પાસે થી જુગાર રમતા પાંચ ઈસમો ને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે અંગેની ફરિયાદ ની વિગત અનુસાર ડીસા રૂરલ પોલીસ નો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગ માં હતો તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે માણેકપુરા નજીક આવેલા નહેર ની બાજુમાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યાં હોઇ પીલિસે રેડ કરતા પાંચેક ઈસમો પોલીસ ના હાથે ઝડપાઇ જવા પામ્યા હતા પોલીસે તેમની પાસે થી ૧૫,૭૭૦ નો મુદામાલ જપ્ત કરી  તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ  ધરી છે

Download Our B K News Today App



Related News