ડીસાના રાજપુર પીપળા વિસ્તારમાં સફાઈનો અભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:28:42
  • Views : 467
  • Modified Date : 2019-04-04 11:28:42


બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની જનતા અત્યારે પાલિકા દ્વારા આપવામાં આવતી સફાઈની સુવિધાને લઈ પરેશાન જોવા મળી રહી છે. શહેરમાં રાજપુર વિસ્તારમાં સફાઈના અભાવે બીમારી માથું ઉચકી રહી છે અને સ્થાનિક લોકો ગંદકીથી પરેશાન થઈ ઉઠયા છે.
ડીસા શહેરમાં છેવાડે આવેલો રાજપુર પીપળા ગેટ શહેરના સૌથી પછાત માનવમાં આવતા આ વિસ્તારના લોકો અત્યારે પરેશાન છે. કારણ કે આ વિસ્તારમાં અત્યારે સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે. આ વિસ્તાર સફાઈના સદંતર અભાવના લીધે સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્‌યા છે અને ઘરે ઘરે બીમારીના ખાટલા ઢળાઈ ચૂક્યા છે. આ વિસ્તારના રહીશો દ્વારા આ વિસ્તારમાં સર્જાયેલી સમસ્યા અંગે સ્થાનિક નગરપાલિકા સમક્ષ અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકીની સમસ્યાનું કોઈ જ નિરાકરણ લાવવામાં આવતું નથી. જેને લઈ સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠયા છે.


Download Our B K News Today App



Related News