ડીસા પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો માટે પીવાના પાણીનો અભાવ જોવા મળતા કાળઝાળ ગરમીમાં ત્યાં આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહયા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-06 10:48:55
  • Views : 225
  • Modified Date : 2022-04-06 10:48:55

છેલ્લા કેટલાય સમયથી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ ની અનેક બેદરકારીઓ દિનપ્રતિદિન બહાર આવી રહી છે જેમાં ખાસ કરીને સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કલાસ 2 અઘિકારીઓ પોતાની વ્યક્તિગત મનમાની ચલાવી સરકારી કચેરીઓમાં આવતાં અરજદારો સાથે ઓરમાયું વર્તન જોવા મળી રહ્યું છે ત્યારે આજે ડીસા પોસ્ટ ઓફિસમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રાહકો માટે પીવાના પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે જ્યારે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા સ્ટાફ ગણ માટે મીનરલ ઠંડા પાણીની બોટલો મુકવામાં આવી છે જેથી ગ્રાહકો માટે પોસ્ટ મેનેજર દ્વારા જાણીજોઈને ઓરમાયું વર્તન કરાતાં હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જ્યારે પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ન હોઈ મેનેજર સાથે-સાથે પુછતાછ કરતાં મેનેજર દ્વારા સરકાર પર દોષનો ટોપલો ઢોળી સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી તો અમો ક્યાંથી કરીએ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે પીવાના પાણી માટે ઠેર-ઠેર પરબો બઘાઈ રહી છે ત્યારે પોસ્ટ ઓફિસના મેનેજર પણ માનવંતા ભુલી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યારે ડીસા પોસ્ટ ઓફિસમાં રોજના હજારો ગ્રાહકો કામકાજ અર્થે આવતાં હોય છે ત્યારે પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ન હોઈ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે  લોકોમાં સવાલો ઉભા થઇ રહ્યા છે કે પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવાની સરકારે ના પાડી હશે કે પોસ્ટ મેનેજર જાણીજોઈને સરકારને બદનામ કરવા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરતાં નથી ત્યારે તાત્કાલિક અસરથી ડીસા પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી ગ્રાહકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે

Download Our B K News Today App



Related News