જૈન યુવા સંગઠન પૂર્ણ દ્વારા આયોજિત ક્રિકેટ મેચમાં ડીસાના ખેલાડીઓએ ભાગ લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-02 11:47:40
  • Views : 148
  • Modified Date : 2022-04-02 11:47:40

આગામી સમયમાં જૈન યુવા સંગઠન પુણે દ્વારા આયોજિત નેશનલ ક્રિકેટ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ડીસાના 14 ખેલાડીઓએ ભાગ લીધો હતો જેઓ આજે ડીસાથી પુણે જવા માટે રવાના થતાં તેમનું જૈન સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

હાલમાં સમગ્ર વિશ્વમાં ક્રિકેટ એ સૌથી લોકપ્રિય રમત બની ગઈ છે આજે મોટા ભાગે તમામ વિસ્તારોમાં મહોલ્લાઓમાં લોકોની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ બની ગઈ છે ત્યારે દરેક સમાજમાં એકતા જળવાય તે હેતુથી હવે દરેક સમાજના લોકો ક્રિકેટ રમતનું આયોજન કરી રહ્યા છે જે અંતર્ગત આગામી સમયમાં જૈન યુવા સંગઠન દ્વારા આયોજિત નેશનલ ક્રિકેટ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતભરમાંથી છથી પણ વધુ ટીમો ભાગ લેનાર છે જેમાં ડીસા હાલોલ હૈદરાબાદ થી અલગ અલગ ટીમો ક્રિકેટ મેચ રમવા માટે પુણે આવનાર છે જે અંતર્ગત આજે ડીસા થી પણ ૧૪ જેટલા ખેલાડીઓ પુણે ખાતે યોજાનાર જ્યાં યુવા સંગઠન નેશનલ ક્રિકેટ રમતમાં ભાગ લેવા માટે પ્રસ્થાન કર્યું હતું ડીસાના નેમિનાથ વિસ્તારમાંથી પુણે ખાતે ક્રિકેટ મેચ રમવા જતા તમામ ખેલાડીઓને જૈન સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

Download Our B K News Today App



Related News