ડીસાની પીંક સીટીમાં પાણીનું ટાકુ લીકેજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-11 11:31:29
  • Views : 1014
  • Modified Date : 2020-05-11 11:31:29

ડીસા શહેરના રાણપુર રોડ પર આવેલ પીંક સીટી સોસાયટીમાં સરકારની અમૃત યોજના વર્ષ ૨૦૧૬/૧૭ માં નગરપાલિકાએ બનાવેલ સાતસો લાખ લીટર પાણીનું ટાંકુ જ્યારથી બનાવવામાં આવેલ છે ત્યારથી વારંવાર લીકેજ થતા  વિવાદોમાં  ઘેરાયેલું રહ્યુ છે. આ ટાંકુ બનાવનાર કોન્ટ્રાકટર દ્વારા બાનાવવામાં આવેલા ટાંકામાં હલકી ગુણવત્તા વાળુ કામ કરવામાં આવ્યું હોય તેવુ નરી આંખે દેખાઈ રહ્યુ છે. આ બાબતે  સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાને અવાર-નવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવેલ અને એના અનુસંધાએ પાલિકા તંત્ર દ્વારા ત્રણથી ચાર વાર આ ખામી યુક્ત ટાંકાને રીપેર પણ કરાયેલ. તેમ છતા વારંવાર આ ટાંકુ ચારેય બાજુથી બેફામ ઝમવા લાગ્યુ છે. આ બાબતે 

પાલિકાના તંત્રને રજૂઆત કરતા અધિકારીઓએ આ લીકેજ 

પાણી ટાંકાની  રૂબરૂ ચકાસણી કરી આ સમસ્યાનું નિવારણ લાવવાની બાંહેધરી પણ સ્થાનિક લોકોને આપી હતી. પરંતુ કેટલાક મહિનાઓ વિતવા છતા આ સમસ્યાનું નિવારણ આવેલ નથી. તેમજ હાલમાં કોરોના વાયરસની મહામારીના લીધે લોકોએ લોકડાઉન થઈ ઘરમાં રહી પોતાને સુરક્ષિત રાખવાની કોશિશ કરી રહ્યા છે. તેવા સમયે આ પાણીનું ટાંકુ બેફામ લીકેજ થતા રાત્રીના સમયે ટપકતા આ પાણીના આવાજથી લોકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા રેસીડેન્ટ એરીયામાં બનાવેલ આ લીકેજ થતા પાણીના ટાંકા બાબતે સત્વરે કોઈ યોગ્ય  નિકાલ લાવી અને લોકોને આ ભયજક ટાંકાના ભયથી ભય મુકત કરે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News