ડીસા-પાટણ હાઈવે પર ખાડામાં વરસાદના પાણી ભરાવાથી રાહદારી અને વાહન ચાલકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-20 12:16:32
  • Views : 1135
  • Modified Date : 2019-08-20 12:16:32

ડીસા પાટણ હાઈવે કોઈટા સ્ટેશન પર હાઈવે પરના રોડમાં મોટા મોટા ખાડા પડવાથી રાહદારી અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ચોમાસાના પ્રથમ વરસાદે રોડ ધોવાઈ જતો ખાડામાં પાણી ભરાઈ રહેતું હોવાથી ત્યાં હાઈવે પર ચાલતા રાહદારી અને વાહન ચાલકો પરેશાન થી રહ્યા છે. કોઈટા સ્ટેશનને સાગર હોટલની દેલવાડા ચોકડી સુધી હાઈવે પરના રસગમાં ખુબજ મોટા ખાડા પડી ગયા છે. અને વરસાદ વરસતાં ખાડામાં પાણી ભરાઈ જાય છે ત્યારે પાણીમાં ખાડા ન દેખાતા ગાડી, બાઈક સવારો ખાડામાં પડતા હોય છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આવા મોટા મોટા ખાડા હાઈવે ઓથોરિટીવાળા અને માર્ગ મકાન વિભાગ આ રસ્તાનું સમારકામ કરાવે તેવું લોકો અને વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે અને જા આ ખાડા જલ્દી સમારકામ નહી કરવામાં આવે તો અકસ્માતની મોટી જાનહાની થવાની સંભાવના છે. 


Download Our B K News Today App



Related News