ડીસામાં કમોસમી વરસાદથી બટાકાના બિયારણમાં ફૂગ વળી ગઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-18 12:38:05
  • Views : 420
  • Modified Date : 2019-11-18 12:38:05

બટાકા નગરી તરીકે પ્રખ્યાત એવા ડીસાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને કમોસમી વરસાદ પડતા ખેડૂતોના બટાકાનું બિયારણ પલળી ફૂગ વળી જતાં બિયારણ ફેલ થઈ ગયું છે. આમ માત્ર ડીસામાં જ 6.5 લાખ બટાકાના કટ્ટા પલળી જતાં પારાવાર નુકસાન વેઠવું પડ્યું છે.આમ બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે 68,143 હેકટરમાં બટાકાનું વાવેતર કરાતા 20,23,847 મેટ્રિક ટન બટાકાનું ઉત્પાદન થયું હતું. બનાસકાંઠા જિલ્લાના બટાકાના ખેડૂતો શરદપૂર્ણિમાએ બટાકાના વાવેતરની શરૂઆત કરતા હોય છે. પરંતુ વાતાવરણને લઈ ખેડૂતોએ વાવણી મોડી શરૂઆત કરી લાભપાંચમના દિવસે બટાકાની વાવણીના શ્રીગણેશ કર્યા હતા. જોકે અપર એર સાયકલોનીક અસરના પગલે ડીસામાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના બટાકાનું બિયારણ બગડી ગયું છે.જેમાં  કેટલાક બિયારણમાં ફૂગ આવી જતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે.આમ આ અંગે કોલ્ડસ્ટોરેજ એસોના પ્રમુખ ગણપતલાલ કછવાએ જણાવ્યું હતુ કે આ વર્ષે વાવણીના સમયે જ વરસાદ થતાં બટાકાના બિયારણના 6.5 લાખ કટ્ટા પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.જેમાં કાપેલા બટાકાના કારણે નુકશાન જોવા મળી રહ્યું છે.આમ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ખાસ કરીને કાપીને બટાકાની વાવણી કરે છે.જેમાં વરસાદના કારણે બટાકાના બિયારણમા ફૂગ આવે છે અને બગડી જાય છે જેથી પાકને નુકશાન થાય છે- આર.એન.પટેલ (બટાકા વૈજ્ઞાનિક)
કમોસમી વરસાદે ખેડૂતે દશા બગાડી અનેક ખેડૂતોએ રાત્રે બટાકા વાવવાની આશાએ રાત્રે હજારો કટ્ટ બટાકા કાપીને મુક્યા હતા પરંતુ વરસાદ આવતા તમામ બટાકા પલળી જતા ફરી એકવાર પડતા પર પાટું વાગ્યું છે.જેમાં છેલ્લા ત્રણ વર્ષથી ઉત્પાદિત બટાકાનો ભાવ મળતો નથી- ઓધારજી ઠાકોર (ખેડૂત)

Download Our B K News Today App



Related News