ડીસા ઉત્તર પોલીસ ની ટીમે ગાયત્રી મંદિર નજીક થી બે શખ્સો ને મોટરસાઇકલ ચોરી કરનાર ને મોટરસાઇકલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-24 11:15:09
  • Views : 2379
  • Modified Date : 2021-10-24 11:15:09

 

બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરી ગેંગ સક્રિય થઇ છે તેમજ અવાર નવાર તસ્કરો વાહનોની ઉઠાંતરી કરી પલાયન થઈ જતા હોય છે તેની બૂમરાણ ઉઠવા પામી છે જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા વાહન ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ત્યારે ડીસા ઉત્તર પોલીસ ની ટીમ ને બાતમી મળી હતી કે આંખો ચાર રસ્તા તરફથી બે શખ્સોએ એક ચોરીનો મોટરસાયકલ લઈ ડીસા જલારામ તરફ આવી રહ્યા છે ત્યારે ડીસા ઉત્તર પોલીસનો સ્ટાફ ગાયત્રી મંદિર વાહન ચેકીંગ કરી રહ્યા હતા જે દરમિયાન ગાયત્રી મંદિર જે મોટરસાયકલની બાતમી મળી હતી તે મોટરસાયકલ બે શખ્સો લઈ આવતા તેને રોકાવી નામ પૂછતાં વિજયભાઈ કરશનભાઇ ચૌધરી રહે.પમરૂ તા.ડીસા થતા મોટર સાઇકલ પર પાછળ બેથેલ બીજા શખ્સ નું નામ પૂછતાં અશોકભાઈ શામળભાઈ માળી રહે.ડીસા મોઢેશ્વરી સોસાયટી તા.ડીસા વાળા હોવાનું જણાવેલ તેમજ  મોટર સાઇકલ ના કાગળો માંગતા તેમની પાસે હાજર મળે નહીં તેમજ મોટર સાઇકલ ચોરી કરેલ હોવાનું જણાતા જેથી ડીસા ઉત્તર પોલીસ ની ટીમે   (1)વિજયભાઈ કરશનભાઇ ચૌધરી રહે.પમરૂ તા.ડીસા. (2)અશોકભાઈ શામળભાઈ માળી રહે.ડીસા મોઢેશ્વરી સોસાયટી ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે..

 

Download Our B K News Today App



Related News