ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનાના કામે ચોરીમાં ગયેલ કીંમત રૂપિયા.૨૫,૦૦૦- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ડીસા ઉત્તર પોલીસે પકડી પાડ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-14 11:25:53
  • Views : 452
  • Modified Date : 2021-09-14 11:25:53

     ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળતા ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના IPC કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ સેન્ટીંગના ફરમાઓ પાલનપુર તાલુકાના ચડોતર મુકામે આવેલ એ-વન સ્ક્રેપ ટ્રેડર્સ ભંગારના વાડામાં રાખેલ છે જે હકીકત આધારે ફરીયાદી સાથે પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી મુદ્દામાલ બાબતે તપાસ કરવા ચડોતર ખાતે મોકલી અને ફરીયાદીએ ચડોતરના એ-વન સ્ક્રેપ ટ્રેડર્સ ભંગારના વાડામાં પડેલ પોતાના સેન્ટીંગના ફરમા ઓળખી બતાવતા સદર ગુનાના કામે ચોરીમાં ગયેલ ફરમા નંગ-૫૦ કીંમત રૂપિયા.૨૫,૦૦૦ના મુદ્દામાલ સાથે તેમજ સહ આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ વેચાણથી લેનાર આરોપી કાદરભાઇ નુરાભાઇ માછલીયા તથા સમ્સ જાવેદખાન રહેમાનખાન પઠાણને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ  છે.

Download Our B K News Today App



Related News