ડીસા ઉત્તર પોલીસ અમીરગઢ પોલીસ સ્ટેશન ના ગુના ના આરોપી ઝડપી પાડયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-29 11:56:30
  • Views : 199
  • Modified Date : 2022-06-29 11:56:30

ડીસા ઉત્તર પોલીસ અમીરગઢ પોલીસ સ્ટેશન ના ગુના ના આરોપી ઝડપી પાડયા

 

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વધતી જતી જિલ્લામાં ગુનાહિત ઘટનાઓને લઈ પોલીસ હવે સક્રિય બની રહી છે અને એક બાદ એક મોટા મોટા ગુનાઓના ભેદ ઉકેલી રહી છે જે અંતર્ગત આઈ જી પી  જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ  નાઓ તરફથી  નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત પોલીસ અધિક્ષક  અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા નાઓની સૂચના આધારે

 કે.આર.ઓઝા નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા ના ઓના માર્ગદર્શન મુજબ, એસ.એચ.સોલંકી  પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીસા શહેર ઉત્તર ની સૂચના મુજબ   .હેડ.કોન્સ અશોકસિંહ તથા .પો.કોન્સ. કુલદીપસિંહ બાબુજી  તથા .પો. કોન્સ પ્રકાશભાઈ વરધાજી  વિગેરે નાઓ અમીરગઢ પોસ્ટે વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસ માં હતા  દરમિયાન ટીમ ને મળેલ ખાનગી હકીકત આધારે અમીરગઢ પો.સ્ટેના રાયોટિંગ ના  ગુનાના કામે નાસતા ફરતા આરોપી   () માનાભાઇ ચેલાભાઇ ધ્રાંગી () ચતરાભાઇ ચેલાભાઇ ધ્રાંગી () ભીમાભાઇ ઉર્ફે રમેશભાઇ ચતરાભાઇ ધ્રાગી () લાલાભાઇ મંછાભાઇ ધ્રાંગી () દીનાભાઇ રામાભાઇ ધ્રાંગી () સીનાભાઇ લખાભાઇ ધ્રાંગી () રાજુભાઇ ધર્માભાઇ ધ્રાંગી તમામ રહે.રબારિયા તા-અમીરગઢ વાળા ને  રબારિયા મુકામેથી  આજરોજ પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારું અમીરગઢ પોલીસ સ્ટેશન સોંપવા માં આવેલ છે.

Download Our B K News Today App



Related News