ડીસા ઉત્તર પોલીસે ઉત્તમ કામગીરી દ્વારા ગૂગલ-પે અને ફોન-પે પર છેતરપિંડી કરનાર 6 શખ્સો ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-07 10:46:25
  • Views : 311
  • Modified Date : 2022-04-07 10:46:25

સમગ્ર ભારત દેશમાં સાયબર ક્રાઇમની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે અને તેમાં વાત કરવામાં આવે તો ગૂગલ પે  અને ફોન પે  પર ડમી સમિકાર્ડ યુઝ કરી ગૂગલ પે અને ફોન પે ના અધિકારી બની લોકો ને મોબાઈલ ઉપર કેસબેક ની લોભામણી લાલચ આપી લોકોને લીંક ઉપર ક્લિક કરવાનું જણાવી લોકો પાસેથી કરોડોના રૂપિયા પડાવી પાડી છેતરપિંડી ની  ઘટના પણ સામે આવી રહી છે.ત્યારે આ વધતી જતી સાયબર ક્રાઇમની ઘટનાને અંજામ આપી અટકાવવા  માટે પણ પોલીસ દ્વારા આ તમામ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે  આજરોજ ડીસા ઉત્તર પોલીસના સ્ટાફે ગૂગલ પે અને ફોન પે પરના અધિકારી બની લોકો સાથે સાયબર ક્રાઈમ કરવાની ટેવવાળા શખ્સો લોકો પાસે થી કરોડો રૂપિયાની છેતરપિંડી ને અંજામ આપનાર  ઝારખંડના છ શખ્શોને  ડીસા ઉતર પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે..જેમાં (૧)સંતોષ મહરા સઓ માથુર મહરા જાતે.મહરા .ઉંમર 31 રહે. તંગિડીહ જિલ્લો.દેવધર (ઝારખંડ)

 

(૨) અરુણકુમારદાસ સઓ ભુપેન્દ્રદાસ.જાતે.દાસ .ઉંમર.39.રહે.રંગામટીયા.જિલ્લો.દેવધર (ઝારખંડ)

 

(૩) મુકેશકુમારદાસ સઓ  સુરેશદાસ જાતે.દાસ ઉંમર 27 રહે.રંગામટીયા.જિલ્લો.દેવધર (ઝારખંડ)

 

(૪) મુન્નાદાસ સઓ કારૂદાસ જાતે.દાસ.ઉંમર.26.રહે.રંગામટીયા.જિલ્લો.દેવધર (ઝારખંડ)

 

(૫) રમેશકુમારદાસ સઓ સુરેશદાસ.જાતે.મહરા.ઉંમર.36રહે.રંગામટીયા.જિલ્લો.દેવધર (ઝારખંડ)

 

(૬) ચંદનકુમારદાસ સઓ દિનેશ્વર મહરા જાતે.મહરા. ઉંમર.24.રહે.રંગામટીયા.જિલ્લો.દેવધર (ઝારખંડ) જેલ હવાલે કરી આગળની તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News