ડીસાના નેસડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 18:03:12
  • Views : 320
  • Modified Date : 2020-01-06 18:03:12

ડીસા તાલુકાના નવા નેસડા ગામે પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શુક્રવારે યોજાયો હતો. જેમાં વિધવા પેન્શન યોજના તેમજ વયવંદના લાભાર્થીઓને 80થી વધુ સ્થળ ઉપર જ સહાય મંજુરના હૂકમપત્રક આપવામાં આવ્યા હતા. જેમાં આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ, ઉજાલા યોજના, આરોગ્ય યોજના, આંગણવાડીના બાળકોને આધારકાર્ડ સહિત વિવિધ સ્ટોલ ખોલીને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં ડીસા તાલુકાના વહિવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દીયોદરના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News