ડીસા નગરપાલિકાના પ્રમુખ આજે ચારધામની યાત્રાએ પ્રસ્થાન કરતાં ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણીએ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-23 11:58:03
  • Views : 336
  • Modified Date : 2021-10-23 11:58:03

 

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં  ભાજપ શાસિત નગરપાલિકા છે.ડીસા શહેરમાં જ્યારથી પાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી શહેરના અનેક વિકાસના કાર્ય કરવામાં આવ્યા છે. ડીસા નગરપાલિકામાં ચાલુ વર્ષે પણ ભાજપને બહુમતી સાથે પાલિકામાં સત્તા મેળવી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ તરીખે રાજુભાઇ ઠકકર તેમજ પાલિકાના ઉપપ્રમુખ તરીખે સવિતાબેન  હરિયાણી ને સૂકાન સભાળ્યું હતું. જે બાદ આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર ચારધામની યાત્રા પ્રસ્થાન કરતાં હોય તેમની જગ્યાએ પ્રમુખ પદનો ચાર્જ પાલિકાના ઉપપ્રમુખ સવિતાબેન ને સોંપવામાં આવ્યો હતો. જેથી આજે સવિતાબેને  12.39 ના સમયે ડીસા પાલિકામાં પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી વિધિવધ રીતે સંભાળ્યો હતો.પાલિકા ના પ્રમુખ તરીકે સવિતાબેન હરિયાણી પ્રમુખ નો ચાર્જ સંભાળતા પાલિકાના સદસ્યો હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી. આજે પાલિકાના પ્રમુખનો ચાર્જ સવિતાબેન હરિયાણીએ  ચાર્જ સંભાળતા જણાવ્યું હતું.કે પાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠકકર ચારધામની યાત્રાએ ગયા હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીખે  ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી ને પ્રમુખ નો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.જેથી પ્રમુખ પદ પર રહી ડીસા શહેરમાં લોકોના પ્રશ્નો નું નિરાકરણ લાવીશ.અને લોકોની સાથે રહી લોકોના કામો કરવાની બાંહેધરી આપી હતી.

 

Download Our B K News Today App



Related News